શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 27 નવેમ્બર 2017 (14:33 IST)

બાળકો માટે અદભૂત ખજાનો, youtube પર Red Riben કિડ્સ ચેનલને જબરદસ્ત પ્રતિસાદ

યૂટ્યૂબ પર નાન બાળકો માટે કલરફૂલ એનિમેશન સાથે રેડ રિબન કિડ્સ ચેનલ આનંદદાયક પુરવાર થઈ રહી છે. રેડ રિબન પાસે એવાં ગીતો છે જેમાં બાળકો માટે હાલરડાં, લોરી થી લઈને શૈક્ષણિક વીડિયો, નર્સરી જોડકણાં તથા બાળકો માટેની ફિલ્મોનો ગુજરાતી અને હિન્દીમાં ખજાનો છે. બાળકો સાથે મસ્તી કરીને તેમને આનંદ આપવા માટે લોરીનું ગાન કરવું એ એક ઉત્તમ રસ્તો અત્યાર સુધી ગણાયો છે. તે ઉપરાંત તેની સાથે મસ્તી કરતાં કરતાં તેમને કંઈક નવું શીખવવું એ પણ અસરકારક સાબિત થયું છે. બાળકો આલ્ફાબેટ્સ, એનિમલ, સાઉન્ડ, લેંગ્વેજ અને ટ્રાવેલ જેવી બાબતો ઉપરોક્ત ઉપાયોથી ઝડપથી શીખી શકે છે. બાળકોને ગીત અને નૃત્ય શીખવવા માટે ખાસ પ્રકારના પાત્રો પણ જરૂરી છે. આ તમામ પ્રકારની બાબતો હવે રેડ રિબન કિડ્સ ચેનલની મદદથી તમારા બાળકો સુધી પહોંચી શકશે.  લાલિત્ય મુન્શા, પાર્થ ઓઝા, સાધના સરગમ,એશ્વર્યા મજમુદાર સહિતના પ્રસિદ્ધ ગાયકોએ રેડરિબન ચેનલમાં બાળકો માટેના ગીતો ગાયાં છે. આ ગીતો તમામ ડિઝિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. રેડરિબનના એમડી અને પ્રસિદ્ધ સિંગર લાલિત્ય મુન્શોએ બાલદિને આ રેડ રિબન ચેનલ લોન્ચ કરી હતી. લાલિત્યએ ગાયેલાં આલ્બમ હાલરડાં અને લોરીને વડાપ્રધાન મોદી ધ્વારા લોંચ કરવામાં આવ્યાં હતાં.