શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 નવેમ્બર 2017 (12:33 IST)

ભુજ નજીક માધાપર ગામે વૃધ્ધ પતિએ મોઢું દબાવી શ્વાસ રૂંધી નાંખીને પત્નીની હત્યા

ભુજ નજીક માધાપર ગામે વૃધ્ધ પતિએ મોઢું દબાવી શ્વાસ રૂંધી નાંખીને પત્નીની હત્યા કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. માધાપર જૂનાવાસમાં આવેલા બાપાદયાળુનગર ખાતે આ બનાવ બન્યો છે. ભુજ બી ડિવિઝન પીઆઈ જે.એમ. આલે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર હત્યાનો બનાવ સવારે સાડા છ વાગ્યા બાદ પ્રકાશમાં આવ્યો હતો. મૃતક લીલાવંતીબેન શાંતિલાલ સોની (ઉ.વ.65)ની ઘરમાં લાશ પડી હતી.
 
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ગત રાત્રે પત-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાઈને શાંતિલાલે પત્ની લીલાવંતીબેનનું મોઢું દબાવી શ્વાસ રૂંધી નાખતાં તે મૃત્યુ પામ્યાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દંપતિને એકમેક સાથે વર્ષોથી મનમેળ નહોતો. બંને જણાં બે અલગ અલગ પુત્રો સાથે રહેતાં હતા. આરોપી શાંતિલાલને પોલીસે રાઉન્ડ અપ કરી દીધો છે. હાલ પોલીસ ઘટનાસ્થળે છે અને હત્યા કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.