રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2024 (13:41 IST)

મેડીકલ કોલેજમાં ફી વધારાનો મામલો, ગુજરાત સરકાર હવે નવો પરિપત્ર જાહેર કરશે

BJ medical
ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERC) સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યભરમાં વિરોધ જોવો મળ્યો હતો. ત્યારે આ સ્થિતિ વચ્ચે સરકારે ફી વધારાના ફેરવિચારણા કરશે.આગામી સમયમાં ફી મામલે નવો પરિપત્ર જાહેર કરશે. આરોગ્ય અને પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે.

જીએમઈઆરએસ સેમી ગવર્નમેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુના ઝીંકાયેલા ભાવ વધારા સામે વિરોધ શરૂ થયો હતો.એનએસયુઆના કાર્યકર્તાઓ દ્વારા ફી મુદ્દે  ડીન ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસ કાફલો કોલેજમાં દોડી આવ્યો હતો. 10થી વધુ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ગત 28 જૂને રાજ્ય સરકારે જીએમઇઆરસી સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મેડિકલ કોલેજ સહિત ગુજરાતમાં 13 મેડિકલ કોલેજની સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.

જીએમઇઆરએસના સીઇઓ કહે છે કે આ ફી વધારો વર્ષ-2024-25માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાગુ પડવાનો હતો. જોકે, ફીમાં વધારો કરાયા બાદ વિરોધનો સૂર ઉઠ્યો હતો.  જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં જે મેડિકલ કોર્સની ફી અગાઉ 3.30 લાખ રૂપિયા હતી તેના બદલે તેમાં વધારો કરીને 5.50 લાખ ફી કરી દેવાઇ હતી.  મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી.