Video - રાજકોટમાં રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી, પોલીસે રેશ્માની ટીંગાટોળી કરી
રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતા હતા તે વખતે રેશ્મા પટેલે મેન્ડેડ માટે બોલાચાલી કરી હતી. જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું કે સાહેબ હું તમને રિકવેસ્ટ કરૂ છું કે ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો તે અમે નહીં ચલાવી લઈએ.રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા રેશ્મા પટલે કહ્યું આવી રીતે ભાજપના લોકો વાત કરે છે. તે જરાય ચલાવી લેવામાં નહીં આવે. આ લોકો મહિલાઓનું અપમાન કરે છે.
રેશ્મા પટેલે મેન્ટેડની વાતને લઈને બોલાચાલી કરી હતી. રેશ્મા પટેલે કહ્યું તમે શાંતિથી વાત કરો અવાજ નહીં. મહત્વનું છે કે ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યા હતાં. દરમિયાન રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે જૂની કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હતી. જેમાં મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.ઉદય કાનગડે ઉદ્ધાતાયભર્યુ વર્તન કર્યાનો રેશ્મા પટેલનો આક્ષેપ ભાજપના લિસ્ટ મુજબ આજે ભાજપી ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. પણ ફોર્મ ભરતાં સમયે એનસીપીના રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીની અંદર જ બોલાચાલી થઈ ગઈ હતી. જોતજોતામાં ઉદય કાનગડે તુકારાથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ રેશ્માએ કાબૂ ગુમાવી દીધો હતો. રેશ્મા પટેલે આરોપ લગાવ્યો કે ઉદય કાનગડે તેમની સાથે ઉદ્ધાતાયભર્યું વર્તન કર્યુ છે. સાથે જ તેઓએ ભાજપ દ્વારા મહિલાઓનાં અપમાનનો પણ આરોપ લગાવ્યો હતો.રેશ્મા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં જૂની કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી તરીકે ગઢવી સાબેહ કરીને છે. તેની સમક્ષ મારે મેન્ડેન્ટને લઇને બે વાત કરવી હતી. પરંતુ ભાજપના ઉમેદવારોના જ ફોર્મ લેવામાં આવી રહ્યાં હતા અને અમારા ઉમેદવારોને બહાર કાઢી મૂક્યા હતા. ભારત દેશના એધિકૃત નાગરિક તરીકે પ્રાંત અધિકારીએ બધા સાથે સરખું કામ કરવું જોઇએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ફોર્મ ભરાવવા દેવામાં આવે છે.