1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 ઑગસ્ટ 2021 (11:30 IST)

ધોરણ-10ના રિપીટર્સ અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, અહીં જોઇ શકાશે પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10 ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યુંછે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર  result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.  ધોરણ 10ના વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક પરથી પોતાનું પરિણામ જોઈ શકશે. માર્કશીટ અને સર્ટિફિકેટ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.
 
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 15 જુલાથી 28 જુલાઈ દરમિયાન લેવાયેલી ધો.10-12ની રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં 12 સાયન્સ અને 12 સા.પ્ર.ના પરિણામ બાદ હવે આજે 25 મીના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે આ વર્ષે ધો.10 માં અત્યાર સુધીના હાઈએસ્ટ રીપિટર-ખાનગી વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધણી કરી હતી.
 
ખાનગી રીપિટર તરીકે 15090 વિદ્યાર્થીઓ છે, આઈસોલેટેડ કેટેગરીમાં 52090 અને બાકીના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ રીપિટર રહેલા હતા. કુલ 3,78,431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા હતા. આ પરીક્ષાનું પરિણામ ખૂબ જ મહત્વનું છે કેમકે કે, ધો.10 પછીના ડિપ્લોમા,આઈટીઆઈ અને ધો.11માં આ પરિણામ બાદ પ્રવેશમાં વધારો થઈ શકે છે.
 
વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો સિટ નંબર દાખલ કરી જોઇ શકાશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/એસઆર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરાશે.