ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (09:01 IST)

રીક્ષાની મુસાફરી બનશે મોંઘી, ન્યુનત્તમ ભાડું વધારીને આટલું કરાયું

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મીદીએ જણાવ્યુ છે કે ઈધણના ભાવોમા વધારો થયો છે જેને પરિણામે ઓટોરીક્ષાના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા  ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને આજે એસોશીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે. 
 
મંત્રીએ ઉમેર્યુ કે,ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા ૧૫.૦૦ છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા ૧૮.૦૦ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા ૧૦.૦૦ છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા ૧૩.૦૦ કરવાનું નક્કી કરાયુ છે. 
 
આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા ૧.૦૦  છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા ૧.૦૦ કરવામાં આવેલ છે. આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે.