શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (08:43 IST)

કોરોનામાંથી સાજા થયેલા લોકોએ ફટાકડાના પ્રદૂષણથી દૂર રહેવું, શ્વાસ લેવામાં તકલીફ પડી શકે

કોરોનાની ઘાતક બે લહેર બાદ પહેલી દિવાળીની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થશે. દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે વાયુ પ્રદૂષણ વધે છે. હવામાં એક પ્રકારનો ઝેરી ધુમાડો ફેલાય છે, જે શ્વાસમાં જવાને કારણે શરીરને નુકસાન કરી શકે છે. તેમાં પણ કોરોનામાંથી સાજા થયા હોય તેવા વ્યક્તિઓએ ધુમાડાથી ખાસ બચવું જોઈએ, નહીંતર શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ તો ફેલાય જ છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. કોરોનામાં અનેક દર્દીઓના ફેફસાંઓ પર ગંભીર અસર થઈ હતી, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ત્યારે કોરોનામાંથી સાજા થયા હોય તેમને ફટાકડાના ધુમાડાને કારણે વધુ નુકસાન થઈ શકે છે. ડોક્ટરોના મતે આવા વ્યક્તિઓએ ધુમાડાથી દૂર રહેવું જોઈએ. આ અંગે ડોક્ટરો એવું જણાવે છે કે જે વ્યક્તિની કોરોનામાં ગંભીર હાલત થઈ હોય તે વ્યક્તિઓએ ધુમાડાવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જગ્યાએ રહેવું જોઈએ. ફટાકડાના ધુમાડાને કારણે એલર્જી અને શ્વાસમા તકલીફ પડવાની બીમારી થઈ શકે છે. કોરોના સિવાય શ્વાસની તકલીફ હોય તો પણ ધુમાડાથી દૂર રહેવું અને ધુમાડારહિત વાતાવરણમાં રહેવું જોઈએ. કોઈપણ પ્રકારના ધુમાડાને કારણે શ્વાસ નડી સંકોચાય છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફટાકડા ફોડવાથી કાર્બન મોનોકસાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે, જે શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગૂંગળામણ થઈ શકે છે. સિનિય૨ સિટિઝન્સે આ દિવાળીએ ફટાકડા ફૂટતા હોય ત્યારે બહા૨ નીકળવાનું ટાળવું જોઈએ. ફટાકડા ફોડવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રકા૨ની સમસ્યા ઊભી થશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. ત્યારે નાગરિકોએ સ્વયં જાગૃતતા દાખવી આ મહામારી વધુ ન ફેલાય તેની સાવચેતી પણ રાખવી જરૂરી છે. શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુમાં શ૨દી, ઉધ૨સના કેસમાં વધારો જોવા મળે છે. કોરોનાની સ્થિતિમાં બીજીવાર શિયાળો આવ્યો હોવાથી આ વર્ષે હવામાનમાં આ વાઇ૨સના ફેલાવાથી કેવી અસર થશે એ ધ્યાનમાં લેવું જરૂરી છે. જોકે હાલના દિવસોમાં તો રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ દિવાળીનો ધુમાડો અને શિયાળામાં ઠંડી વધતાં આગામી દિવસોમાં કોરોના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં. ગત વર્ષે દિવાળી બાદ ઘાતક લહેર શરૂ થઈ હતી. જો વર્ષે સાવચેતી નહીં રાખીએ તો ત્રીજી લહેર પણ શરૂ થવાની શક્યતા નકારી શકાય નહીં.