સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2019 (16:23 IST)

મુંબઇ અને પંજાબને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીની સિદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે મહારાષ્ટ્રના મુંબઇને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાનથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઇના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે.  મુંબઇનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રેની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોનની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્યપ્રાણીઓ આપશે. એ જ રીતે રાજકોટના જિયોલોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા એમ.સી જિયોલોજિકલ પાર્કને સિંહની એક જોડી એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અપાશે. પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયોલોજિકલ પાર્ક અને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુન એક જોડી, રોઝ રીંગ પેરાકીટ ત્રણ જોડી, કોમ્બ ડક બે જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, એલેઝાન્ડ્રીન પેરાકીટની બે જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે.