બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2019 (11:37 IST)

GSEB 12th Result - 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો

10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે કુલ 49 શાળાઓમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. જ્યારે 2018માં આવી શાળાઓની સંખ્યા 26 હતી. 
 
વિજ્ઞાનના પ્રવાહનાં ત્રણ ગ્રૂપની વાત કરીએ તો A ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.92 ટકા, B ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 67.26 ટકા અને AB ગ્રૂપના વિદ્યાર્થીઓનું પરિણામ 64.29 ટકા પરિણામ આવ્યું છે.
 
માર્ચ 2019માં લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિના 365 કેસ નોંધાયા હતા. જ્યારે 2018માં લેવામાં આવેલી પરીક્ષામાં આવા કેસની સંખ્યા 120 હતી.
 
માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ કરતાં અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીનું પરિણામ વધારે આવ્યું છે.
 
ગુજરાતી માધ્યમમાં કુલ 71.09 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે અંગ્રેજી માધ્યમના 75.13 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વર્ષ 2018માં આ ટકાવારી અનુક્રમે 72.45 ટકા અને 75.58 ટકા હતી.
 
ગુજરાતી માધ્યમમાં કુલ 94,057 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે અંગ્રેજી માધ્યમમાં 27,868 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
આ ઉપરાંત હિંદી માધ્યમનું 65.13 ટકા પરિણામ આવ્યું છે જેમાં કુલ 1,732 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
મરાઠી માધ્યમમાં પરીક્ષા આપનારા કુલ 140 વિધાર્થીઓ હતા જેનું કુલ 58.57 ટકા પરિણામ આવ્યું છે.
 
ઉર્દૂમાં પરીક્ષા આપનારા 63 વિદ્યાર્થીઓ હતા જેનું કુલ 71.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.