શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (14:02 IST)

મુખ્યમંત્રી રૂપાણીની ગાડીની PUC-ઈનશ્યોરન્સ ન હોવાના ફેક ફોટો વાઈરલ કરનારની ધરપકડ

ટ્રાફિકના નવા નિયમો જાહેર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીના પીયુસી, ઈનશ્યોરન્સ ન હોવાની માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી. જે ખોટી હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે સુરતમાંથી ક્રાઈમબ્રાન્ચ દ્વારા મુખ્યમંત્રીની ગાડીના ફોટો સાથેની વિગતોની ખોટી માહિતી અપલોડ કરવાના ગુનામાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.હકીકતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. GJ-18-G-9085 ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ 10 એપ્રિલ 2029 સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટો સાથે વાઈરલ કરવામાં આવ્યા હતો તે તદ્દન ખોટો અને પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટી માહિતી અપલોડ કરવા અંગે તપાસ કરવામાં આવતા સુરતના એક યુવકનું નામ સામે આવ્યું હતું. જેને આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.