ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (12:34 IST)

જાણો કેમ રણમાં મીઠું પકવતા અગરીયાઓ બેકાર બનશે

કચ્છના નાના રણમાં એશીયાનું સૌથી મોટુ રણ સરોવરની પરિકલ્પના સાકાર થવા જઇ રહી છે. પરંતુ આ યોજનાથી દેશનું 70 ટકા મીઠું પકવતો ગુજરાતનો ગૌરવસમો મીઠા ઉદ્યોગ પડી ભાંગશે.તેમજ  રણમાં મીઠું પકવતા 15000 અગરિયા પરિવારો બેકાર બની જશે. કચ્છના નાના રણને સૂરજબારીના જુના પુલના ગાળા પુરી દઇ બંધ બાંધી રણ સરોવર બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. રણ સરોવર માટે એવુ કહેવાઇ રહ્યું છે કે એ એશીયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે અને બિન-ઉપજાઉ ખારાપાટની જમીનોને ઉપજાઉ જમીન બનવાશે. રણ સરોવર થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પાણી મળવાથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને ખેતી આધારિત વિકાસથી હજારો લોકોને રોજગાર મળશે અને જમીનની બજાર કિંમતમાં વધારો થશે. પ્રવાસન, પશુપાલન અને ડેરી ઉદ્યોગને ફાયદો જશે જેવા અનેક ફાયદાઓ ગણાવી આ યોજનાના પ્રણેતા મોરબીના જયસુખભાઇએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાથે આ યોજના અંગે હકારાત્મક પ્રતિભાવ આપી આગળ વધારી હોવાની વાત કરી છે. રણ સરોવર સંદર્ભે આગળ વધતા પહેલા આ વિસ્તારના રણ પર નભતા લોકોને પુછવુ જોઇએ. વધુમાં ઘૂડખર અભયારણ્યમાં દુનિયાની લૂપ્ત થતી પ્રજાતિના 5000 ઉપરાંત ઘૂડખરો વસે છે. રણમાં આવેલા ઐતિહાસીક વચ્છરાજબેટ સહિતના તમામ બેટો રણ સરોવરના લીધે ડુબમાં જશે. આથી આ ઘૂડખરોને જીવ બચાવવા આસપાસના ખેતરો અને ખરાબામાં આશરે થવુ પડશે. રણ સરોવર બનશે તો દેશનું 70 ટકા મીઠું પકવતો ગુજરાતનો ગૌરવસમો મીઠા ઉદ્યોગ ભૂતકાળ બનશે. 27મી ઓગસ્ટે ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ખાતે વિશાળ સંમેલન યોજાયું હતુ. આગામી દિવસોમાં પાટડી, સાંતલપુર, આડેસર, માળીયા અને કચ્છમાં લોક સંમેલનો યોજવાની રણનિતીઓ ઘડાઇ રહીં છે.