ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (08:14 IST)

ગુજરાતથી મધ્યપ્રદેશ પરત ફરેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ, ઓમિક્રોન ટેસ્ટ માટે દિલ્હી મોકલાયા સેમ્પલ

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ગુજરાતમાંથી પરત આવેલ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. ઓમિક્રોન વાયરસના ટેસ્ટ માટે સેમ્પલ દિલ્હીની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
 
કલેક્ટર ડો.રાહુલ હરિદાસ ફટીંગે જણાવ્યું છે કે, એક વ્યક્તિ ગુજરાતથી સિવની આવ્યો હતો, તેને શરદી થઈ હતી. સામાન્ય તપાસમાં તે વ્યક્તિ કોરોના પોઝિટિવ નથી આવ્યો, પરંતુ RTCPRની તપાસમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત દર્દીના જીનો-સિક્વન્સ ટેસ્ટિંગ માટે સેમ્પલ દિલ્હીની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેથી કરીને એ વાતની પુષ્ટિ કરી શકાય કે દર્દી ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં. કોરોના સંક્રમણના નવા વેરિએન્ટ ઓમિક્રોનના આગમન પછી, સિવની જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી મળ્યા બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ થઇ ગયું છે.