સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જૂન 2020 (13:16 IST)

સાણંદમાં ભારતની સૌથી મોટી જાપાનીઝ ડાયપર કંપની યુનિચાર્મમાં આગ લાગી

સાણંદ GIDCમાં આજે સવારે જાપાનની યુનિચાર્મ ઇન્ડિયા નામની ડાયપરની સૌથી મોટી જાપાની કંપનીમાં આગ લાગી હતી. સવારે કોઈ કારણસર આગ લાગતા ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી.   યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 20 ફાયર ફાઇટર મોકલાયા હતા. હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા. સેનિટરી નેપકિન બનાવતી જાપાનની યુનિચાર્મ ઇન્ડિયાએ વર્ષ 2018માં ગુજરાતમાં સાણંદ ખાતે ભારતનો તેનો બીજો પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપનીનો એક પ્લાન્ટ આંધ્રપ્રદેશમાં આવેલો છે. સાણંદ પ્લાન્ટ 3 લાખ સ્ક્વેર મીટરમાં પથરાયેલા આ પ્લાન્ટમાં આશરે 1700-1800 લોકો કામ કરે છે. આ પ્લાન્ટમાં સોફી બ્રાંડ હેઠળ સેનિટરી નેપકિનનું ઉત્પાદન થાય છે. તેમજ બાળકો માટેના ડાયપરનું પ્રોડક્શન પણ અહી થાય છે. આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું  કે, આગ ખૂબ મોટી છે. AMC અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 થી 20 જેટલા ફાયરના વાહનો મોકલવામાં આવ્યા છે. હજી આગ પર કાબુ આવ્યો નથી પણ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય. સવારે સવા નવ વાગ્યે સાણંદ GIDCના ગેટ નંબોર 2 પાસે આવેલી યુનિચાર્મ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  જેમાં 3 ફાયર ફાઈટર, 9 પાણીના ટેન્કર, 11 વોટર બોવર્સ, 1 સ્મોક એક્ઝોસ્ટર અને ઓફિસરના 6 વાહનો મળી કુલ 31 વાહનો સાથે ફાયર બ્રિગેડનો 125નો સ્ટાફ દોડી ગયો છે.