શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (00:27 IST)

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ વડતાલના સંતોએ 36 કલાકમાં ભીંતચિત્રો હટાવવાની બાહેધરી આપી

sarangpur
sarangpur
વડતાલ સંપ્રદાયના સંતોની ઈસરો સામે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે VHP સાથે બેઠક 
 
 મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ બેઠકમાં સંતોએ વિવાદ ન વધે તેવી વાત કરી હતી.  આ બેઠક બાદ 36 કલાકમાં સાળંગપુરમાં ભીંતચિત્રો હટાવવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વડતાલ સંપ્રદાયના સંતોએ સરકાર સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં VHP અને સનાતન ધર્મના સંતો જેમ કહેશે એમ કરીશું. હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ ના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ.
 
તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી
 
સાળંગપુરમાં ભીંતચીત્રોનો વિવાદ વધતાં સરકારે મેદાનમાં ઉતરવું પડ્યું છે. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા. તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી હતી. સંતો અને મુખ્યમંત્રી વચ્ચેની આ બેઠક પૂર્ણ થતા સંતો રવાના થયા હતા. દોઢ કલાકની આ બેઠકમાં સરકાર અને સંતોએ કેટલીક ચર્ચાઓ કરી હતી અને એવું કહેવાય છે કે સંતોએ આગામી 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવાની બાંહેધરી આપી છે. 
 
વજુભાઈએ કહ્યું હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ
વિવાદનો ઉકેલ નહીં આવતા મંદિર પરિસરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 5 DySP, 10 PI, 8 PSI, 275 પોલીસ, 2 SRPની ટીમ, 115 GRD અને હોમગાર્ડ ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ આગેવાન વજુભાઈ વાળાએ આ વિવાદને લઈને કહ્યું હતું કે, હનુમાનજી સૌના વડીલ છે. હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ. હું ભારતીય સંસ્કૃતિના સંપ્રદાય સાથે છું. મૂર્તિ વિશેનો નિર્ણય સંતો કરશે