1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (17:19 IST)

તહેવારના દિવસો દરમિયાન એસટી નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન

st buses
પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારોની સાતમ- આઠમના તહેવારોનો મહિમા અનેરો હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ તહેવારના દિવસો દરમિયાન વિવિધ ધામક પ્રવાસ તેમજ પોતાના વતન તરફ જતા હોય છે.

સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6 અને 7 સપ્ટેમ્બરે સુરત એસટી વિભાગ દ્વારા 100 જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે

તેમને અવરજવરમાં સરળતા રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ગાંધીનગર એસટી ડેપો દ્વારા પણ મુસાફરની માંગને ધ્યાને રાખીને વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
પવિત્ર શ્રાવણ માસમાં સૌથી મોટા ગણાતા સાતમ- આઠમના તહેવારનો રવિવારથી પ્રારંભ થઈ ગયો છે. બોળચોથ સાથે સાતમ-આઠમના તહેવારના દિવસો શરૃ થાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોની અવરજવર પણ મોટી સંખ્યામાં આ દિવસો દરમિયાન થતી હોય છે. જેથી મુસાફરની માંગને ધ્યાને રાખીને ગાંધીનગર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત દાહોદ, ગોધરા સહિત ઉત્તરગુજરાતના વિવિધ વિસ્તારો તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા રાજ્યના ધામક સ્થળો ઉપર મુસાફરોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે બસનું સંચાલન કરવામાં આવશે. નગરજનોને પણ બસની યોગ્ય સુવિધા મળી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે