શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (12:32 IST)

વિફરેલી ગાયે મહેસાણા માથે લીધું

mehsana cow attack news
રવિવારે સમી સાંજે જે ઘટના મહેસાણામાં ઘટી એના સીસીટીવી જોઇને ભલભલાના રુવાડા ઉભા થઇ જાય. શહેરના શોભાસણ રોડ પરની સાહિલ ટાઉનશીપ નજીક એક ગાયે દોડાવી દોડાવીને યુવકોને શિંગડે ચડાવ્યા હતા. જેમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે
 
રાજ્યભરમાં રખડતાં ઢોરોની સમસ્યા વકરી રહી છે. ત્યારે મહેસાણાની સ્થિતિ કંઇક વધુ જ વકરી રહી છે. રવિવારે સમી સાંજે મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સાહિલ ટાઉનશીપ -માં તોફાને ચડેલી ગાયે આતંક મચાવ્યો હતો. સામે આવેલા સીસીટીવીમાં જોવા મળે છે કે, એક યુવક પાછળ પડેલી ગાયથી જીવ બચાવવા ભાગ્યો હતો, પરંતું ગાય તેનો પીછો છોડવા તૈયાર નહોતી. જેમાં ભાગતો ભાગતો યુવક એક ખુલ્લા ચોકમાં પહોંચ્યો ગાયો પાછળી શિંગડે ચડાવીને ભોયભેગો કરી નાખ્યો હતો અને પગથી લાતો મારી હતી. સતત એક મિનિટ સુધી યુવકના શરીરને ખુદતી રહી હતી.

એટલું જ નહિ શહેરના શોભાસણ રોડ પરની સાહિલ ટાઉનશીપ નજીક એક ગાયે દોડાવી દોડાવીને યુવકોને શિંગડે ચડાવ્યા હતા. જેમાં ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે એકને તો ગાયે એટલો બધો રગદોળી નાખ્યો છે કે, તેની સ્થિતિ વધું ગંભીર છે.