બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (18:53 IST)

મહેસાણાઃ સ્કૂલ બસ ભડકે બળી

bus fire
મહેસાણામાં  ગોઝારિયા-માણસા વચ્ચે આવતા પારસામાં બસમાં આગ લાગવાની ઘટના બની છે. 
આગની ઘટનામાં 30 બાળકોનો આબાદ બચાવ થયો છે. ન્યુ એરા એકેડમી સ્કૂલની બસમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની મદદથી બસ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
 
મહેસાણામાં સ્કૂલ બસના બાળકોનો મોટી દુર્ઘટનામાંથી બચાવ થયો છે.  બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચેથી પસાર થતી સ્કૂલ બસમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આગ લાગતા બસના ડ્રાયવર અને કંડકટરે સતર્કતા રાખી બાળકોને તાત્કાલિક ધોરણે બસમાંથી ઉતારી દીધા હતા.