શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (13:45 IST)

Sardar Patel Punyatithi: છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા

સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે. 15 ડિસેમ્બર 1950માં તેમને મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમનુ નિધન હ્રદય બંધ પડવાને કારણે થયુ હતુ. એવુ કહેવાય છે કે સરદાર પટેલને મહત્મા ગાંધી પ્રત્યે ખૂબ લાગણી હતી. ગાધીજીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઊંડો આધાત લાગ્યો હતો અને તે બીમાર રહેવા લાગ્યા. ત્યારબાદ હાર્ટ એટેકથી તેમનુ નિધન થઈ ગયુ. મરણોપરાંત વર્ષ 1991માં સરદાર પટેલને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યુ હતુ. 
 
સરદાર પટેલનો જન્મ નડિયાદ ગુજરાતમાં એક લેવા પટેલ (પાટીદાર)જાતિમાં થયો હતો. તેઓ ઝવેરભાઈ પટેલ અને લાડબાઈ દેવીની ચોથી સંતાન હતા. સોમાભાઈૢ નરસિંહભાઈ અને વિઠ્ઠલભાઈ તેમના અગ્રજ હતા. સૌથી નાના હોવાને કારને તેમને ખૂબ લાડ પ્રેમ મળ્યો. 
 
 
6ઠ્ઠા ધોરણમાં ઉભુ કર્યુ આંદોલન 
 
સરદાર પટેલે શરૂઆતના અભ્યાસમાં મુખ્યત સ્વાધ્યાયથી જ શરૂઆત કરી. 1893ની વાત છે. ગુજરાતના નડિયાદના એક શાળામાં બાળકો પોતાના એક ટીચરથી ખૂબ ગભરાતા હતા. એક દિવસ ધોરણ 6ના એક  બાળકને એ ટીચરે ઠપકો આપીને ક્લાસમાંથી બહાર કાઢી મુક્યો. કારણ કે તે મોડેથી આવવાનો દંડ લાવ્યો નહોતો. બાળકના સમર્થનમાં સરદાર પટેલ આગળ આવ્યા અને ટીચર ક્લાસમાંથી જતા જ બાળકોને એક થઈને ટીચર વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કર્યા. આખી ક્લાસે ટીચરનો બહિષ્કાર કર્યો, છેવટે ટીચરને બધાની માફી માંગવી પડી. 
 
 
ખેડૂત પરિવારમાં જન્મેલા પટેલ પોતાની કુટનીતિક ક્ષમતાઓ માટે પણ યાદ કરવામાં આવે છે. આઝાદ ભારતને એકજૂટ કરવાનો શ્રેય પટેલની રાજકારણીય અને કૂટનીતિક ક્ષમતાને જ આપવામાં આવે છે. 
 
 
  22 વર્ષમાં પાસ કરી 10માની પરીક્ષા 
 
- સરદાર પટેલને પોતાની શાળાનો અભ્યાસ પુરો કરવામાં ઘણો સમય લાગ્યો. તેમણે 22 વર્ષની વયમાં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી. 
- પરિવારમાં આર્થિક તંગીને કારણે તેમણે કોલેજ જવાને બદલે પુસ્તકો લીધા અને ખુદ જીલ્લાધિકારીની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ પરીક્ષામાં તેમને સૌથી વધુ અંક પ્રાપ્ત કર્યા. 
- 36 વર્ષની વયમાં સરદાર પટેલ વકાલતનો અભ્યાસ કરવા માટે ઈગ્લેંડ ગયા. તેમની પાસે કોલેજ જવાનો અનુભવ નહોતો છતા પણ 36 મહિનાના વકાલતના કોર્સને માત્ર 30 મહિનામાં જ પુરો કરી લીધો. 
 
જ્યારે પત્નીના નિધનના સમાચાર મળ્યા.. 
 
-  સરદાર પટેલની પત્ની ઝાવેર બા કેંસરથી પીડિત હતા. તેમને વર્ષ 1909માં મુંબઈના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
- હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન જ ઝાવેર બા નું નિધન થઈ ગયુ. એ સમયે સરદાર પટેલ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિએ કાગળમાં લખીને તેમને ઝાવેર બા ના મોતના સમાચાર આપ્યા. 
- પટેલે આ સંદેશ વાંચીને ચૂપચાપ પોતાના કોટના ખિસ્સામાં મુકી દીધો અને કોર્ટમાં ચર્ચા ચાલુ રાખી અને કેસ જીતી ગયા. જ્યારે કોર્ટની કાર્યવાહી સમાપ્ત થઈ ત્યારે તેમણે પત્નીના મોતની સૂચના સૌને આપી. 
 
પાસપોર્ટમાં મોટાભાઈ જેવુ નામ 
 
- વર્ષ 1905માં વલ્લભાઈ પટેલ વકીલનો અભ્યાસ કરવા માટે ઈગ્લેંડ જવા માંગતા હતા. પણ પોસ્ટમેને તેમનો પાસપોર્ટ અને ટિકિટ તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને સોંપી દીધો. 
- બંને ભાઈઓનુ શરૂઆતનુ નામ વી. જે પટેલ હતુ. એવામાં વિઠ્ઠલભાઈએ મોટા હોવાને નાતે એ સમયે ખુદ ઈગ્લેંડ જવાનો નિર્ણય લીધો. 
- વલ્લભભાઈ પટેલે એ સમયે મોટાભાઈને પોતાનો પાસપોર્ટ અને ટિકિટ જ નહી પણ ઈગ્લેંડમાં રહેવા માટ થોડા પૈસા પણ આપ્યા. 
 
સરદાર વલ્લભભાઈ અને સોમનાથ મંદિર 
 
-આઝાદી પહેલા જૂનાગઢ શહેરના નવાબે 1947માં પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય કર્યો હતો.  પણ ભારતે તેમનો નિર્ણય સ્વીકાર કરવાની ના પાડીને તેમણે ભારતમાં ભેળવી લીધા. 
- ભારતના તત્કાલીન ઉપ પ્રધાનમંત્રી સરદાર પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ પહોંચ્યા. તેમણે ભારતીય સેનાને આ ક્ષેત્રમાં સ્થિરતા કાયમ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ સોમનાથ મંદિરના પુનર્નિમાણનો આદેશ આપ્યો. 
- સરદાર પટેલ, કેએમ મુંશી અને કોંગ્રેસના બીજા નેતા આ પ્રસ્તાવ સાથે મહાત્મા ગાંધી પાસે ગયા. 
- એવુ કહેવાય છે કે મહાત્મા ગાંધીએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ, પણ સાથે જ એ પણ સલાહ આપી કે નિર્માણના ખર્ચમાં લાગનારો પૈસો સામાન્ય લોકો પાસેથી દાનના રૂપમાં એકત્ર કરવો જોઈએ. સરકારી ખજાનાનો ઉપયોગ ન કરવો જોઈએ.