સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (14:42 IST)

વડોદરાના ભાદરવામાં સરપંચે વિધવા ભાભીને 3 હજારના કામની લાલચ દુષ્કર્મ આચર્યું

rape case gujarat
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવામાં રહેતી વિધવા ભાભીને 3 હજાર રૂપિયાનું કામ અપાવવાની લાલચ આપીને દિયરે દુષ્કર્મ આચર્યું હતું. હવસનો શિકાર બનેલી મહિલાએ દુષ્કર્મ આચરનાર હવસખોર સરપંચ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ભાદરવા તાલુકાના એક ગામમાં રહેતા ઉમાબેન (નામ બદલ્યું છે) વિધવા છે.

પતિના મૃત્યું બાદ તે પોતાના ગામ પાસે આવેલી કંપનીઓમાં સફાઇનું કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 43 વર્ષીય દિયર હસમુખ ગોરધનભાઈ મોક્સી ગામના સરપંચ છે. બે દિવસ પહેલાં દિયરે ભાભી પર દુષ્કર્મ આચરતા પોલીસે ફરિયાદના આધારે હવસખોર હસમુખની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભાદરવા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.આ બનાવ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. બી. કોટવાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઉમાબેન રાબેતા મુજબ તેમના ગામની આસપાસમાં આવેલી કંપનીઓમાં સવારના સમયે સફાઈ કામ કરીને ચાલતા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમનો દિયર અને મોક્સી ગામનો સરપંચ પોઇચા ચોકડી પાસે ભાભી ઉમાબેને મળ્યો હતો અને ભાભીને 3 હજાર રૂપિયાનું કામ અપાવવાના બહાને પોતાના ટુ-વ્હીલર ઉપર બેસાડીને પોઇચા ગામ તરફ જવાના રસ્તા ઉપર એકાંત જગ્યા ઉપર લઇ ગયો હતો.સરપંચ હસમુખ તેની ભાભીને પોઇચા ગામની સીમમાં લઇ ગયા બાદ બળજબરીથી હાથ પકડી ઝાડીમાં ખેંચી ગયો હતો અને મોઢામાં ડૂચો મારીને તેઓની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ઉમાબેન બેભાન થઇ જતાં, તેઓને સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયો હતો. દરમિયાન ઉમાબેને ભાદરવા પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી સાથે દિયર હસમુખ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સરપંચ હસમુખ સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની અટકાયત કરી હતી. મહિલાને પહેલા ભાદરવાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે