1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (17:39 IST)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હૃદયની બિમારી ધરાવતા લોકોને સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા આદેશ

ગુજરાતમાં યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં હાર્ટએટેક આવવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે.સરકારે પણ આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે તેનું અર્થઘટન કરવા માટે નિષ્ણાંત ડોક્ટરોની એક ટીમ બનાવી છે.

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પ્રકારની ઘટનાઓ સામે સાવચેત રહેવા એક નિર્ણય લીધો છે.જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે.

ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યાં હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપૂલમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે.હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.  સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે.