શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (11:30 IST)

પોરબંદરના રાણાકંડોરણામાં બેન્ક ઓફ બરોડામાં આગ લાગતાં ભારે નુકશાન, ફાયર બ્રિગેડે કાબુમાં કરી

રાણાવાવ નજીકના રાણાકંડોરણા ગામે આવેલ બેન્ક ઓફ બરોડામાં આગની ઘટના સામે આવી હતી.આ આગની ઘટનામાં બેન્કની અંદર મોટાભાગનો વિસ્તાર બળીને ખાખ થયો હતો.બેન્ક અંદર આવેલ કરન્સી તેમજ લોકર વિભાગમાં પણ સામાન્ય નુક્શાન પહોંચ્યું હતું.આ ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

જોકે બેંકમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તે જાણવા મળ્યું ન હતું.બેન્કમાં આગ લાગતા મોટાભાગની ફાઈલો બળીને ખાખ થઈ ગઈ હતી.પોરબદર જિલ્લામાં અવાર નવાર આગની ઘટના સામે આવતી હોય છે.પોરબંદરના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે આવેલ બેન્ક ઓફ બરોડામાં આગ લાગી હતી.આ ઘટનાને લઈને બેંકના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ લાગવા અંગે પોરબંદર ફાયર વિભાગને જાણ કરતા પોરબંદર ફાયર વિભાગના બે ફાયર ફાઈટર અને જવાનો તાત્કાલિક ઘટના સ્થળો પહોંચી પાણીનો મારો લગાવી આગને કાબુમાં મેળવી હતી.

જોકે રાણાકંડોરણા ગામે બેન્ક ઓફ બરોડામાં આગની ઘટનામાં બેન્કનો મોટાભાગનો હિસ્સો આગમાં બળીને ખાખ બની ગયો હતો.આ આગની ઘટનામાં બેન્ક અંદર આવેલ લોકર વિભાગ તેમજ કરન્સી વિભાગને પણ સામાન્ય નુકશાન પહોંચ્યું હતું.જોકે આ આગની ઘટનામાં બેંકમાં રહેલ કોપ્યુટર સીસ્ટમ જરૂરી દસ્તાવેલ અને અન્ય ફાઈલો બળીને ખાખ થઈ ગઈ હતી.આ આગની ઘટનાને લઈને ગ્રામજનો પણ પણ દોળી આવ્યા હતા.રાણાકંડોરણા ગામે બેંકમાં આગની ઘટનાને લઈને બેંકના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.જોકે બેંકમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું ન હતું.