સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 18 જૂન 2024 (10:19 IST)

આજથી રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-વાનની હડતાળ, વડોદરામાં બાળકોના ભણતરને ધ્યાનમાં રાખીને સ્કૂલવાન ચાલકો ન જોડાયા

school kids
આજથી રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.  મંગળવારથી RTO દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાની પરમીટ સર્ટિફિકેટને લઈને તપાસ કરવામાં આવનાર છે.  પરંતુ હાલ હજુ તમામ રિક્ષાચાલકોને આ પ્રમાણપત્ર મળ્યું નથી તેવા સમયે તપાસ કરવામાં આવનાર હોય તેના વિરોધમાં આજે મંગળવારથી અમદાવાદ શહેરના આશરે 15 હજાર જેટલા સ્કૂલવાન અને સ્કૂલરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જવાના છે.જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્કૂલ વર્ધીના વાહનોનાં પૈડા થંભી જતાં વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડશે 
 
અમદાવાદ શહેરમાં અંદાજિત 15 હજારથી વધુ રિક્ષા અને વેનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમીટ છે. એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે. તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે.
 
સ્કૂલ વાનચાલક વિશાલભાઈ દળવીએ જણાવ્યું હતું કે, જો અમે હડતાલ પાડી દઈશું તો વિદ્યાર્થીઓનું ભણતર બગડશે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમે સ્કૂલ વાન ચાલુ રાખી છે. આ ઉપરાંત અમે જો હડતાળ પર જઈશું તો વાલીઓ પણ હેરાન થશે. જેથી અમે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં હડતાળ પર ગયા નથી. ભવિષ્યમાં અમને જરૂર લાગશે તો અમે હડતાળમાં જોડાઈશું. પણ હાલ પૂરતા અમે હડતાળમાં જોડાયેલા નથી.
 
આ બાબતે RTOએ જણાવ્યું હતું કે હાલ સ્કૂલવાન અને રિક્ષાઓનો ફિટનેસ ટેસ્ટ કરી આપવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા દસ દિવસમાં લગભગ 200 જેટલા વાહનોનું ઇન્સ્પેક્શન કરવાંઆ આવ્યું છે અને હવે તેઓને પરમિટ લેટર પર આપી દેવામાં આવશે. જો કે હાલ છેલ્લા ચાર વર્ષમાં માત્ર 800 કેટલા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની પાસે આ પરમિટ છે. જો કે હવે આગામી સમયમાં પોલીસ અને આરટીઓ મળીને ચેકિંગ કરવાની છે.