ગુજરાતના આ બે પોર્ટથી કરોડોનો જથ્થો જપ્ત, સ્મલીંગ મુદ્દે દિલ્હીની બેઠકમાં ગંભીર ચર્ચાઓ
છેલ્લા ગત બે-ત્રણ વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સ અને સ્મલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. જેમાં કચ્છના બે પોર્ટ અને તેની આસપાસ આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી છે. જેને લઇને સરકારે એક ઉચ્ચસ્તરીય મીટીંગનું આયોજન કરી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં ખાસ કરીને મુંદ્રા સેજની ગેરરિતીઓ ચર્ચામાં રહી હતી.
સતત સૌદર્ય પ્રસાધનો, ઇ ગિરટેટથી માંડીને અનેક વસ્તુઓની સ્મલિંગ કરતા ઝડપાયા છે. આ ઉપરાં 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું હતું. અનેક વાર ડીઆરઆઇએ આવી સ્મલિંગની ઘટનાઓને નિષ્ફળ બનાવી છે.
જોકે દરરોજ હજારો કન્ટેનરોની અવર જવર થતી હોવાથી જેમાં મોટાપાયે ગેરરિતી આચરવામાં આવી હતી હોવાની સંભાવનાઓ જોવા મળે છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીની ફટાકડાની આયાત પર સંપુર્ણ પ્રતિબંધ સરકાર ઘણા વર્ષોથી લગાવી ચુક્યુ છે, પરંતુ કચ્છમાં લગ્નપ્રસંગોમાં ચીની લખેલા ફટાકડાઓના પેકેટ આરામથી જોવા મળી જાય છે. જેથી ઘણો સામાન આજની તારીખે પણ પગ કરી જતો હોવાનું સામે આવી રહ્યું છે.