રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (09:14 IST)

અમરેલીમાં 24 કલાકમાં 3 આંચક, 1 મહિનામાં 12 વાર ધરા ધ્રૂજતાં લોકોમાં ફફડાટ

earthquake
અમરેલી જિલ્લામાં લોકો બે મહિનાથી ભૂકંપના ગભરાટ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. છેલ્લા 24 કલાકમાં, 3 ભૂકંપથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને સાવરકુંડલા માળીયા ક્ષેત્રમાં છેલ્લા એક મહિનાથી સતત ભૂકંપના આંચકા અનુભવાય છે. શુક્રવારે પણ, માળિયા સહિતના આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. સાવરકુંડલા મીતાણા, સાકરપડા, ધજડી સહિતના ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 
 
23 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે અમલી જિલ્લામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ, 11.35 વાગ્યે માળિયા નજીક 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે સવારે 11.50 વાગ્યે માળિયામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વહીવટીતંત્રે આ ક્ષેત્રના લોકોને ધરતીકંપ અંગે સાવચેતી અને તકેદારી લેવાની સલાહ આપી છે. ભૂકંપ દરમિયાન, તમારી જાતને અને પરિવારને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
 
ફેબ્રુઆરી સવારે 10.47 વાગ્યે, અમરેલીથી દક્ષિણ-દક્ષિણ તરફ 42 કિ.મી 2.8 તીવ્રતા, 4 ફેબ્રુઆરી સવારે 7.51 અમરેલીથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ 43 કિમી દૂર 3.2 તીવ્રતા,  6 ફેબ્રુઆરીએ, સવારે 9.10 વાગ્યે, દક્ષિણ-દક્ષિણ પૂર્વ 43 કિમી દૂર 3.2 તીવ્રતા, 19 ગેબ્રુઆરી સવારે 11.54 અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 2.8 તીવ્રતા. 21 ફેબ્રુઆરી સવારે 7.10 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 1.1 તીવ્રતા. 21 ફેબ્રુઆરી સવારે 7.37 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 46 કિમી 1.9 તીવ્રતા, 21 ફેબ્રુઆરી સવારે 7.31 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 45 કિમી 2.4 તીવ્રતા, 23 ફેબ્રુઆરી સવારે 9.6 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 3.1 તીવ્રતા. 23 ફેબ્રુઆરી સવારે 11.35 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 44 કિમી 3.4 તીવ્રતા. 24 ફેબ્રુઆરી સવારે 11.50 વાગે અમરેલીથી દક્ષિણ દક્ષિણ પૂર્વ 43 કિમી 3.1 તીવ્રતા.