શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (15:29 IST)

ખગોળીય ઘટના: આકાશમાં 3 ગ્રહો એકલાઇનમાં જોવા મળ્યા, લોકોમાં કૂતુહૂલ સાથે રોમાંચ સર્જાયો

ગુરુવારની સાંજે આકાશમાં ત્રણ ગ્રહ એક સાથે એક રેખામાં નરી આંખે જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સાજે આકાશમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ એક જ લાઇનમાં નરી આંખે જોવા મળતા ખગોળ પ્રેમીઓ રોમાંચિત થયા હતા. દેશભરના ઘણા શહેરોમાં ત્રણ ગ્રહ એક લાઇનમાં જોવા મળ્યા હતા.
 
ગુરુવારની સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિનો અદભૂત નજારો સર્જાયો હતો. ચંદ્ર, ગુરુ અને શુક્ર – આ ત્રણેય ગ્રહ એક સમાન અંતરે અને ઊભી લીટીમાં આવતા સુંદર દ્રશ્ય જોવા મળ્યો હતો. 
 
આવી ઘટનાને લઈને રાજ્યના ખગોળ પ્રેમીઓમાં રોમાંચ જોવા મળ્યો હતો. લોકો પોતપોતાના ધાબા પર જઈને આ અદભુત નજારો નિહાળ્યો હતો.તેમજ વધુ જાણવા માટે તાલાવેલી દર્શાવી હતી. આ ઘટનામાં સૌથી ઉપર ચંદ્ર, તેના નીચે ગુરૂ અને છેલ્લે શુક્ર ગ્રહ છે. ખરેખર જો આકાશ અંગે જાણવામાં આવે તો અનેક એવી ઘટનાઓ છે જે આશ્ચર્ય પમાડે તેમ છે. આ ખગોળીય ઘટનાને લોકોએ પોતાના ફોનમાં વીડિયો ઉતારીને કેદ કરી કરી હતી. અવકાશમાં દરરોજ અનેક ઘટનાઓ થતી હોય છે ત્યારે ચંદ્ર, ગુરુ અને શુક્રની યુતિ રાજ્યમાં અનેક લોકોએ નિહાળી હતી.
 
જ્યોતિશાસ્ત્ર અનુસાર શનિ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને શુક્ર પણ 22 જાન્યુઆરીએ કુંભ રાશિની યાત્રા પર છે ચંદ્ર 23 જાન્યુઆરીએ સાંજે કુંભ રાશિમાં વિચરણ કર્યું હતું. દરમિયાન આજે સાંજે શુક્ર-શનિ અને ચંદ્ર એક રાશિમાં એક સાથે જોવા મળ્યા હતા. આ રીતે આજે સાંજે ચંદ્ર, શુક્ર અને શનિ ત્રણેય એકબીજાની નજીક આવ્યા હતા.
 
હવે આવી બીજી ખગોળીય ઘટના આગામી તારીખ 1 માર્ચ અને 2 માર્ચે પણ આવો નજારો જોવા મળી શકે છે. શુક્ર ગ્રહ એ આપણા સૂર્યમંડળનો સૌથી વધુ પ્રકાશિત ગ્રહ છે જ્યારે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. આમ ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહનું એક સાથે દેખાવવું એ એક મોટી ખગોળીય ઘટના હોઇ શકે છે.