રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (16:14 IST)

CMના કોન્વોયમાં ગંભીર બેદરકારી, કાફલાની વોર્નિંગ કાર એકાએક ખોટકાઈ ગઈ

વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીના કાફલાની વોર્નિંગ કાર એકાએક ખોટકાઈ જતા તેને બાજુ પર મૂકીને કાફલો આગળ રવાના કરાયો હતો.
 
વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી એરપોર્ટ ખાતે જૈન આગેવાનોને મળ્યા બાદ સાવલી ખાતે સમૂહ લગ્નોત્સવ માં હાજરી આપવા માટે જનાર હતા. જેને પગલે એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીના વાહનોનો મોટો મસાલો તૈયાર રાખવામાં આવ્યો હતો.
 
મુખ્યમંત્રીના આ કોન્વાયને લીડ કરવા માટે આગળ વોર્નિંગ કાર રાખવામાં આવી હતી. પરંતુ ખરા સમયે આ કાર એરપોર્ટમાં ખોટકાઈ જતા તેને બાજુ પર મૂકી કાફલો આગળ રવાના કરવામાં આવ્યો હતો. આમ મુખ્યમંત્રીની સુરક્ષા દરમિયાન એક ગંભીર બનાવ ચર્ચા નો વિષય બન્યો હતો.