ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (10:02 IST)

શંકરસિંહ વાઘેલાએ સીએમ રૂપાણીની હાજરીમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમણે પોતાના જન્મદિવસે જ શક્તિ પ્રદર્શન કરીને કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ વિરોધી મતદાન પણ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પણ બાગી ધારાસભ્યોને હાંકી કાઢ્યાં હતાં. હવે શંકરસિંહ વાઘેલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. તેઓ કપડવંજથી કોંગ્રેસના ધારાસભ્ય હતા.

તેમને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું કોઇ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી, પણ ગુજરાતની પ્રજાના પ્રશ્નો માટે સક્રિય રાજકારણમાં ચાલુ રહીશ. શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કોઈપણ પક્ષની કંઠી કે ખેસ નહીં પહેરવાનો નિર્ણય જાહેર કરતાની સાથે જણાવ્યું હતું કે, હું રાજકારણમાં પ્રજાનો અવાજ બનીને સક્રીય રહેવાનો છું તથા ગુજરાતના વિકાસ માટે સતત લડતો રહીશ.બાપુના રાજીનામા સમયે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, બાપુ અમારા સિનિયર નેતા છે. જનસંઘથી અમારા સાથી અને વડીલ છે. બાપુએ કોંગ્રેસ છોડવાથી તેની કમર તૂટી જશે. રાજીનામું આપવા આવેલા શંકરસિંહે અધયક્ષ રમણલાલ વોરાને રાજીનામું ધરી દઈ પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું કે “ઘણાં વખતથી વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામુંનું આપવાનો વિચાર કરતો હતો. મારા મતવિસ્તારમાં મે ચર્ચા કરી. તેમને વિશ્વાસમાં લઈને આજે અધ્યક્ષે ટાઈમ આપ્યો ત્યારે હું આવ્યો. એ સમયે કેબિનેટ ચાલતી હતી. એટલે અધ્યક્ષે કેબિનેટમાં વાત કરી. એટલે એક વિવેક તરીકે આ આગેવાનો હાજર રહ્યાં. હું તેમનો આભાર માનું છું.”