મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (14:07 IST)

સીબીઆઇની કાર્યવાહીથી ડરતો નથી - શંકરસિંહ વાઘેલા

રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ત્રણ બેઠકો માટેના મતદાન વખતે પક્ષના ઉમેદવાર એહમદ પટેલને મત ન આપી ક્રોસ-વોટિંગ કરવા બદલ કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં તેના 14 વિધાનસભ્યોની છ વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતનો હવાલો સંભાળતા અશોક ગેહલોતને ટાંકીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા સહિત 8 વિધાનસભ્યોને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. મોડેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં 14 વિધાનસભ્યોને બરતરફ કરવામાં આવ્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી.

બાપુની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ
- બાપુનો કોંગ્રેસ પર પલટવાર
- ભાજપ અને અમિત શાહને અભિનંદન, કોંગ્રેસનો આભાર
- કોંગ્રેસને મેં 21 જુલાઈ એ બંધન મુક્ત કરી હતી
- મેં વારંવાર કોંગ્રેસ કમાન્ડ ને જણાવ્યું હતું, ધારાસભ્ચનું સાંભળો
- રાજ્યસભાના ઇલેકશનમાં પોતાના જ ધારાસભ્યને બંધનમાં રાખવાની ક્યાં જરૂર હતી
- ધારાસભ્યોને કેમ બંધક બનાવ્યા?
- સીબીઆઇ કે કોઇનાથી હું ડરતો નથી
- અહેમદ પટેલ સાથે સંબંધ છે અને રહેશે
- પક્ષથી ધારાસભ્યો જરાય ખુશ નહોતા
- 30 ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર હતા
- મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા અંગે અહેમદ પટેલ સાથે ચર્ચા કરી હતી
- અશોક ગેહલોત સામે નારાજગી
- ગહેલોતને મેં કહ્યું હતું કે માફી માંગો નહીં તો અહેમદ પટેલને વોટ નહીં આપું
- કોંગ્રેસ મહામંત્રી મારા વિશે જેમ તેમ બોલે તે યોગ્ય નથી, હું સીબીઆઇથી ડરુ એવો પોલિટિશિયન નથી
- બાપુ અમે તમારો સાથ દઈશું અમે કહીને ધારાસભ્યો મળ્યા હતા
- કોંગ્રેસમાં પરત નથી જવું, અમે તમને સાથ દીધો તમે સાથ આપજો
- જે ધારાસભ્યો કોંગ્રેસ છોડી જતા હતા તેની કોંગ્રેસ ચિંતા કરતી ન હતી, તો શા માટે કોંગ્રેસે પોતાના જ ધારાસભ્યોને બેંગ્લોર પકડી ન લઇ ગઇ?
- મારી પર કોઈપણ સોશિયલ મીડિયા ટિપ્પણી કરશે તો એના માટે પણ હું સજ્જ છું, ખોટી ટીપ્પણી કરતા લોકો ચેતજો, હું કોઈપણ કાર્યવાહી કરવામાં ડરવાનો નથી
- આ ઇલેક્શનથી કોંગ્રેસ, જેડીયુ અને એનસીપી તૂટે છે
- રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નથી. JDU-NCPની મદદથી જીત્યા
- જે કાવતરાથી કોંગ્રેસે બે ધારાસભ્યોના મત રદ્દ કરાવ્યા તેનાથી જીત થઇ છે
- 30 ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયાર હતાં, ધારાસભ્યો ખુશ ન હતાં
- મને કોઇ સરકારી એજન્સીનો ડર નથી
- રાહુલ ગાંધીને કહ્યુ હતું કે કોંગ્રેસ છોડી દઈશ રાજ્ય સભામાં પ્રોબ્લેમ થશે
- બે બાગી કોંગી ધારાસભ્યાના વોટ મામલે કહ્યું, કોંગ્રેસનું કાવતરું હતું, તેણે પહેલાથી જ પ્લાન કરી રાખ્યું હતું
- ઇલેક્શન કમિશનને મત રદ્દ કરવાનો અધિકાર નથી, તે અધિકાર માત્ર રીટર્નિંગ ઓફીસરને છે
- જો ચૂંટણી પંચ સાચુ હોય તો તેના નિર્ણયનું રિવ્યુ કરે
- અહેમદ પટેલ સારા અને સોબર વ્યક્તિ છે, તેમનો હિસાબ દિલ્હીવાળા કરવા માંગતા હતા પણ જીતી ગયા
- મારી સાથે કોંગ્રેસ છોડનારા બી.જે.પી જોઇન્ટ કરશે
- જેટલા ધારાસભ્ય એ બી.જે.પી ને વોટ આપ્યા છે તે હવે તેમની ચિંતા બી.જે.પી. એ કરવાની
- હું કોઇ પાર્ટીના બંધનમાં બંધાવાનો નથી