શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (17:34 IST)

જન વિકલ્પ મોરચો આદિજાતિ બંધુઓને હકો અપાવશે - શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને લોકપ્રિય નેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ આજે ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શન કરીને તેમના બીજા દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.  અહી ફાગવેલ ખાતે ઉપસ્થિત મોટી જનમેદની તેમને સંબોધન કર્યુ હતુ અને શાસક અને વિરોધ પક્ષની પ્રજા વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી. ફાગવેલથી નીકળીને બાપુએ ડાકોર ખાતે રણછોડરાયના આશીર્વાદ લઈને હાલોલ ખાતે પાવાગઢ માતાજીના દર્શન કર્યા હતા.  
 
પાવાગઢ ખાતે તેમણે સ્થાનિક લોકો સાથે ચર્ચાઅ કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ સ્થાનિક નેતાઓ સાથે પણ આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી હતી.  અહીથી તેઓ બોડેલી પહોંચ્યા હતા. જ્યા આદિજાતિ બંધુઓએ પરંપરાગત નૃત્ય સાથે ફુલહારથી બાપુનુ સ્વાગત કર્યુ હતુ. બોડેલીમાં તેમના રોડ શો માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.