1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 એપ્રિલ 2021 (20:59 IST)

પોલીસમાં જોબની તૈયારી કરી રહી હતી B Sc પાસ મહિલા, મૂર્તિ સામે 6 મહિનાની પુત્રીની આપી બલિ

B Sc પાસ અને બીએડ થયેલી મહિલાએ ભગવાનની મૂર્તિ સામે પોતાની જ 6 મહિનાની માસુમ દિકરીની ગરદન કાપી નાખી. મહિલા પોલીસની નોકરીની તૈયારી પણ કરી રહી હતી. આ ચોંકાવનારી ઘટના તેલંગનાના સૂર્યપેટા જીલ્લાની છે. 
 
આ મહિલાનુ નામ બી. ભારતઈ છે. તેની ડિગ્રી બતાવે છે કે એ સારી એવી ભણેલી છે અને બીએસસી પછી બીએડની પણ એક્ઝામ પાસ કરી છે. હાલ તે પોલીસની નોકરીની તૈયારી કરી રહી છે. 
 
મહિલાના લગ્ન 8 વર્ષ પહેલા મહેબુબાબાદના એક વ્યક્તિ સાથે થયા હતા. થોડા સમય પછી જ તેના સંબંધ તૂટી ગયા. બે વર્ષ પહેલા જ તે એક બીજા વ્યક્તિ કૃષ્ણા સાથે સાથે રિલેશનમાં આવી જેનાથી તેને એક પુત્રીને જન્મ આપ્યો. આ સબંધ પર તેના પરિવારે વાંધો ઉઠાવ્યો હતો. 
 
આ વાતથી મહિલા પરેશાન હતી અને તેણે યુટ્યુબ પર આધ્યાત્મિક વીડિયો જોવા શરૂ કરી દીધા. ગુરૂવારે જ્યારે તેના પતિ કામ માટે સૂર્યપેટા ગયા અને સાસરીવાળા ખેતરમાં ગયા તો તેણે ભગવાનની મૂર્તિ સામે પોતાની 6 મહિનાની પુત્રી રિતુની બલિ આપી દીધી. 
 
જ્યારે ઘરના લોકો પરત આવ્યા અને તેને એકલી ફરતી જોઈ તો તેણે બાળકી વિશે પુછ્યુ. જ્યારે બાળકીને શોધી તો તેની ગરદન કાપેલી જોવા મળી. હૈરાન પરિવાર પોલીસ પાસે પહોંચી ગયુ. જ્યારબાદ માતા બી. ભારતીની ધરપકડ કરવામા આવી. તેની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે