1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (13:50 IST)

ગુજરાતમાં હિમોફિલિયાથી પીડાતાં દર્દીઓ માટેના ઈન્જેક્શનની અછત

-  છેલ્લા પાંચ છ મહિનાથી અછત વર્તાઈ રહી
-ઘસરકો વાગે તોય લોહી નીકળે તેવી બીમારી
-હિમોફિલિયા એ અને બી માટેના જનીનો એક્સ રંગસૂત્ર
 
ગુજરાતમાં હિમોફિલિયાની બીમારીથી પીડાતાં દર્દીઓ માટે ઈન્જેક્શનની અછત છે. જેમાં છ મહિનાથી સ્ટોક નથી છતાં આરોગ્ય વિભાગના મતે ‘સબ સલામત’ છે. ઘસરકો વાગે તોય લોહી નીકળે તેવી બીમારીમાં દર્દીઓની હાલત કફોડી બની છે.

હિમોફિલિયા એ અને બી માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર હોય છે.ગુજરાતમાં હિમોફિલિયાની ગંભીર બીમારીમાં અપાતા ઈન્જેક્શનના જથ્થાની છેલ્લા પાંચ છ મહિનાથી અછત વર્તાઈ રહી છે, સરકારી હોસ્પિટલોમાં ખાસ કરીને ફેક્ટર-8 ઈન્જેક્શનની લાંબા સમયથી અછત છે, જેના કારણે નાના બાળકોથી માંડીને તમામ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જીએમએસસીએલ, ગાંધીનગર દ્વારા હિમોફિલિયાના દર્દીઓના ઈલાજ માટે વપરાતા આયાતી ઈન્જેક્શન છેલ્લા લાંબા સમયથી પૂરા પડાતા નથી, મોટા ભાગે ફેક્ટર-8ના ઈન્જેક્શનની તકલીફ છે, આ સિવાય અન્ય ફેક્ટરના ઈન્જેક્શનનો જરૂરિયાત મુજબનો પુરવઠો મળતો ન હોવાથી અનેક દર્દીઓને ધરમ ધક્કા ખાવાની સાથે યાતનાઓ ભોગવવી પડે છે. અનેક દર્દીઓને હાલાકી પડી રહી છે પરંતુ રાજ્યનો આરોગ્ય વિભાગ હજુયે સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે.ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે હિમોફિલિયાના અંદાજે છ હજારથી વધુ દર્દીઓ છે, અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ડે કેર સેન્ટર પણ છે, જ્યાં રોજના અંદાજે 15થી 20 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે, સોલા ખાતે અંદાજે 100 જેટલા બાળકો અને 150 જેટલા પુખ્ત વયના દર્દીઓ રજિસ્ટર્ટ થયેલા છે. સોલા સિવિલના સેન્ટર ઉપરાંત રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ લાંબા સમયથી હિમોફિલિયાની સારવાર માટે અપાતા ઈન્જેક્શનની અછત છે. વિવિધ ફેક્ટરના આ ઈન્જેક્શન 25 હજારથી માંડીને 90 હજાર સુધીની કિંમત છે, આ મોંઘાદાટ ઈન્જેક્શન ગરીબ-મધ્યમ વર્ગના લોકો બજારમાંથી ખરીદી શકે તેમ નથી. આ બીમારીમાં દર્દીને ઘસરકો વાગે તો પણ લોહી નીકળવાનું શરૂ થઈ જતું હોય છે