મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 એપ્રિલ 2022 (09:53 IST)

બોર્ડની પરીક્ષાનો છઠ્ઠો દિવસ

આજે ધો.10માં વિજ્ઞાનનું અને ધો. 12 સાયન્સમાં ગણિતનું પેપર, અગાઉના પેપર સહેલા રહેવાથી આજે અઘરું પેપર પૂછાઈ શકે
 
ધો. 12 કોમર્સની પરીક્ષામાં આજે વાણિજ્ય વ્યવસ્થાનું પેપર
12 સાયન્સમાં આજનું પેપર પૂર્ણ થતા મહત્વના પેપર પુરા થશે
 
આજે ધોરણ 10 અને 12 સાયન્સ તથા કોમર્સની બોર્ડની પરીક્ષા છે. જેમાં ધોરણ 10માં આજે વિજ્ઞાનનું પેપર છે જ્યારે ધોરણ 12 સાયન્સમાં ગણિત અને 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર છે. ધોરણ 10 અને 12 સાયન્સના બંને પેપર આજે વિદ્યાર્થીઓ માટે મહત્વના રહેશે. અગાઉના તમામ પેપર સહેલા હતા જેથી આજના પેપર સહેલા ના આવે તેવી પણ શકયતા છે.
 
ધોરણ 10ની પરીક્ષા 10 વાગ્યાથી શરૂ થશે અને 1:15 વાગે પુરી થશે, જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 3 વાગે શરૂ થશે અને 6:30 વાગે પુરી થશે જ્યારે 12 કોમર્સની પરીક્ષા 3 વાગે શરૂ થઈને 6:15 વાગે પુરી થશે. ધોરણ 12 સાયન્સમાં A ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આજે ગણિતનું પેપર છે, આજનું પેપર પૂર્ણ થતાં 12 સાયન્સના મહત્વના પેપર પુરા થશે જે બાદ ઈંગ્લીશ અને કોમ્પ્યુટરની પરીક્ષા બાકી રહેશે.