કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગ્રાન્ટ મામલે 8 સામે કાર્યવાહીનું સરકારે સ્વીકાર્યું
સાંસદ સ્મૃતિ ઇરાની દ્વારા દત્તક લીધેલા ગામડામાં ગ્રાન્ટની રકમમાં થયેલી ગેરરીતિ મામલે સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યુ છે. સરકારે સ્મૃતિ ઇરાની સિવાયના 8 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું. અરજદારોએ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની દાદ માગતા હાઇકોર્ટે સરકાર પાસે આ અંગે જવાબ માગ્યો છે. આ અંગે વધુ સુનાવણી ઓગષ્ટ મહિનામાં હાથ ધરાશે.કોગ્રેંસના ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા ગામડાઓ માટે એક રૂપિયો પણ ફંડ વાપર્યુ નથી. ફંડની કરોડોની રકમ ચાંઉ કરી જવામાં આવી છે. પબ્લીક ફંડનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. સ્મૃતિએ તેના મળતિયાઓને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર કોન્ટ્રાકટ આપી દીધો જેમાં અનેક ભષ્ટાચાર થયા છે.