મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 માર્ચ 2019 (13:01 IST)

દત્તક લીધેલા ગામનાં વિકાસમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે સ્મૃતિ ઈરાનીનાં રાજીનામાની માંગ

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ફંડનાં નાંણાનો દુરઉપયોગ કરવા અંગે હાઇકોર્ટમાં અરજી કરી છે. જે અરજીમાં રજૂવાત કરવામાં આવી છે કે સાંસદ સ્મૃતિ ઇરાનીએ સાસંદને મળતી ગ્રાન્ટની રકમમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. ફંડનો ઉપયોગ દત્તક લીધાલા ગામડાનાં વિકાસમાં કર્યો નથી. આ નાણાંમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ બાબતે હાઇકોર્ટે 26 માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. ગુરુવારે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો અહેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધુ હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ લાખો ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. મહત્વનું છે કે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાસંદોએ તેમના સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ફંડનો ઉપયોગ કરવાની જોગવાઇ છે. તેનું નિરીક્ષણ રાજય સરકારે કરવાનું રહે છે. જો કે સ્મૃતિ ઇરાનીએ આણંદના ડીસ્ટ્રીકટ પ્લાનિંગ ઓફિસર પર દબાણ લાવીને શારદા મજુર કામદાર સહકારી મંડળીને કોઇપણ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર કામ સોપી દીધુ હતુ. પરતું મંડળીનો કોઇ જ હિસાબ મળતો નથી. સાસંદ થઇને સ્મૃતિ ઇરાનીએ ભ્રષ્ટાચાર આદર્યો છે તેની સામે ફરિયાદ નોંધાવી જોઇએ તેવા આક્ષેપો લાગ્યાં છે.