શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 26 માર્ચ 2018 (12:00 IST)

રાજ્યસભામાં ગુજરાતના ૧૦ સાંસદ પાસે કરોડોની સંપત્તિ, અમિત શાહ પાસે 34 કરોડ - ADR

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ગત સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ૧૧માંથી ૧૦ સાંસદ કરોડપતિ હોવાનો એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં ખુલાસો થયો છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસે સૌથી વધુ રૃ. ૩૪.૩૧ કરોડની સંપત્તિ છે. જેમાં અંદાજે રૃ. ૧૯.૦૧ કરોડની જંગમ અને રૃ. ૧૫.૨૯ કરોડની સ્થિર સંપત્તિનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા રાજ્યસભાના સાંસદોમાં અમિત શાહ બાદ ચુનીભાઇ ગોહેલનો ક્રમ આવે છે, તેમની પાસે રૃપિયા ૧૨.૧૮ કરોડની સંપત્તિ છે. રાજ્યસભાના સૌથી યુવાન સાંસદોમાં ગુજરાતમાંથી એકમાત્ર ૪૧ વર્ષીય સ્મૃત્તિ ઇરાની છે. ગુજરાતમાંથી રાજ્યસભાના ૩ સાંસદ સામે ગુનો નોંધાયેલો છે. આ વખતે જે ચારેય સાંસદ ચૂંટાયા તે તમામ કરોડપતિ છે. 
ગુજરાતમાં કયા રાજ્યસભાના સાંસદ પાસે કેટલી સંપત્તિ? 
અમિત શાહ ભાજપ રૃ. ૩૪.૩૧ કરોડ 
ચુનીભાઇ ગોહેલ ભાજપ રૃ. ૧૨.૧૮ કરોડ 
સ્મૃતિ ઇરાની ભાજપ રૃ. ૮.૮૩ કરોડ 
પરષોત્તમ રૃપાલા ભાજપ રૃ. ૮.૫૩ કરોડ 
અમી યાજ્ઞિક કોંગ્રેસ રૃ. ૭.૫૨ કરોડ 
અહેમદ પટેલ કોંગ્રેસ રૃ. ૪.૩૯ કરોડ 
મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ રૃ. ૩.૨૦ કરોડ 
શંભુપ્રસાદ ટુંડિયા ભાજપ રૃ. ૩.૧૭ કરોડ 
મનસુખ માંડવિયા ભાજપ રૃ. ૨.૭૮ કરોડ 
નારણ રાઠવા કોંગ્રેસ રૃ. ૨.૨૭ કરોડ 
લાલસિંહ વાડોદિયા ભાજપ રૃ. ૯૦ લાખ