1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 9 ઑક્ટોબર 2022 (14:22 IST)

Solar Village Modhera: ફોટામાં જુઓ કેવી રીતે સૌર ઉર્જા પર ચાલી રહ્યુ મોઢેરા ગામ, ખાસ છે અહીંનો સૂર્ય મંદિર

country's first solar village
Modhera Solar Village Photos: પીએમ નરેન્દ્ર મોદી આજે દેશના પ્રથમ સોલર વિલેજ મોઢેરા પહોંચશે. અહીં મોઢેરા સૂર્ય મંદિર પર લાઈટ એંડ સાઉંડ શો પણ હશે. 
country's first solar village
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રવિવારે ગુજરાતના મોઢેરા ગામ પહોંચશે. આ ગામ દેશના પ્રથમ સોલર ગામ બનવા જઈ રહ્યુ છે. પીએમ મોદી આ સોલર ગામ અને આ પ્રોજેક્ટ ઉદ્ઘાટન કરશે. સોલાર વિલેજ એટલે કે આ ગામના દરેક ઘરની વીજળી સૌર ઉર્જાથી જ પૂરી થાય છે.
country's first solar village

મોઢેરાના સુપ્રસિદ્ધ સૂર્ય મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં ભાગ લેશે. મોઢેરા નજીક બનેલો સોલાર પાવર પ્લાન્ટ માત્ર ગામને જ નહીં પરંતુ આસપાસના ત્રણ ગામોને પણ વીજળી પહોંચાડે છે. આ પ્રોજેક્ટ હેઠળ ગામના 1,000 ઘરોની છત પર સોલાર પ્લેટ લગાવવામાં આવી છે, જે ગ્રીડ સાથે જોડાયેલ છે.