રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 25 નવેમ્બર 2023 (17:44 IST)

ગુજરાતના પૂર્વ મંત્રીના પુત્રનું હાર્ટ એટેકથી મોત

heart attack
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. રેલનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ મુંબઈના યુવાન સહિત ત્રણના હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. 
 
પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ અટેકના કારણે નિધન  થયુ છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા અચાનક નિધનથી પર સ્તબ્ધ થઇ ગયો છે. ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થ.યું હતું.તેઓ હંમેશા સામાજિક અગ્રણી અને લોકોના સેવામાં હમેશા તત્પર રહેતા, સમાજમાં તેમની સારી લોકચાહના હોવાથી સમગ્ર પરિવાર સહિત તેમના પંથકમાં માહોલ શોકમગ્ન છે.
 
જયેશે ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. અને થોડા જ સમયમાં એટેકના કારણે નિધન થયું. જ્યારે મુંબઈનો એક યુવક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યો હતો ત્યારે હૃદયરોગના હુમલાનો શિકાર બન્યો. 37 વર્ષીય કેવલ મનસુખલાલ હરીયાને પણ અચાનક ગઈકાલે છાતીમાં દુખાવો ઉપડતા તેના મિત્રો ખાનગી દવાખાને લઈ ગયા. જ્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ સરકારી હોસ્પિટલમાં કેસ રીફર કર્યો. અને ત્યાં જતા સુધીમાં જ રસ્તામાં કેવલ મનસુખાલનું મૃત્યુ થયું.