મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 માર્ચ 2025 (16:38 IST)

આસારામ આશ્રમ પર બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 2036 ના Olympics ની તૈયારીઓ માટે ગુજરાત સરકારે માંગી જમીન

modi stadium
Sports complex to be built on Asaram Ashram: અમદાવાદમાં 2036 ઓલંપિકની તૈયારીઓ મોટા પાયા પર યોજના બનાવવામાં આવી રહી છે.  જેના હેઠળ આસારામ બાપૂના આશ્રમની જમીનના અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે. 
 
સૂત્રોના મુજબ ગુજરાત સરકારે એક પાંચ સભ્યોની સમિતિ બનાવી છે જે આસારામ આશ્રમ પ્રબંધનની સાથે આ મુદ્દા પર વાતચીત કરી રહી છે.  આ પગલુ ઓલંપિક રમતોના આયોજનનો માસ્ટર પ્લાનનો ભાગ છે જેમા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સામેલ કરવામાં આવ્યા છે.  
 
આસારામ આશ્રમ પર બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની જમીન સંપાદન કરવા માટે પ્રયત્નશીલ છે, જેમાં આસારામના આશ્રમની જમીનનો પણ સમાવેશ થાય છે. જો કે આશ્રમ ટ્રસ્ટ આ જમીન આપવા તૈયાર નથી અને આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. આશ્રમના પ્રવક્તા મુજબ, સરકાર સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી અને તેઓ તેમની સંપત્તિ ગુમાવવાના પક્ષમાં નથી.
 
આશ્રમ અને અન્ય વિસ્તારો માટે વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા શક્ય?
આ સરકારી પ્રોજેક્ટ હેઠળ આશ્રમની જમીન સિવાય અન્ય સામાજિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો પણ અસર પામે તેવી શક્યતા છે. ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળની જમીન પણ આ સંપાદન પ્રક્રિયામાં સામેલ છે. શિવનગર અને વણજારા વાસ જેવા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવું પડી શકે. જો કે, સરકાર તરફથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આશ્રમ અને અન્ય સંસ્થાઓને વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવે અથવા યોગ્ય વળતર ચૂકવવામાં આવે.