ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (10:35 IST)

આજ રાતથી ST ના થંભી જશે પૈડા- એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ

મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ ન સંતોષાતા એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજ રાતથી ST ના થંભી જશે પૈડા. કારણ કે કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે. કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે. એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે

 
સરકારના અન્ય નિગમોને 28 ટકા ડીએ અપાય છે. જ્યારે અમને ફક્ત 12 ટકા જ અપાય છે. વારસદારોને નોકરી પણ અપાતી નથી. 7 માં પગારપંચનું એરિયર્સ પણ ચૂકવાતું નથી. આવા અનેક પ્રશ્નોની અનેકવાર રજુઆત કરી છે પણ કોઈ પરિણામ નથી.