શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 ઑક્ટોબર 2018 (14:57 IST)

વાહ રે ભાજપ! સ્ટેટ્યુ ઓફ યુનિટિના દર્શન કરવા છે તો 500 રુપિયાની ટિકીટ લેવી પડશે.

ગુજરાતમાં સરદાર પટેલના નામે જાણે કાયદેસર બિઝનેસ થતો હોવાની ચર્ચા ચારેકોર સાંભળવા મળી રહી છે. ગુજરાતીઓને રોજગારી મળશે એવા દાવા વચ્ચે હવે ગુજરાતીઓને જ છેડેચોક લૂંટવાનો પ્લાન ઘડાયો હોવાની વાતો પણ દક્ષિણ ગુજરાતના લોકો કરી રહ્યાં છે. જે સરદારે ક્યારેય કોઈ પ્રતિમાઓની પબ્લિસીટી બનવાની ઈચ્છા વ્યક્તિ કરી નથી આજે એજ સરદારના નામે જોરજોરથી બોલીને મત મેળવવા તથા સરદારના જ ગુજરાતીઓને લૂંટવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે.  આગામી તા.31ના રોજ અનાવરણ થનારી સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવાનો ચાર્જ રૂા.500 રખાય છે. જીએસટી પણ સામેલ છે. બસ ટીકીટ રૂા.30 એન્ટ્રી ટીકીટ રૂા.120 (12 વર્ષથી નાના વ્યક્તિ માટે રૂા.60) તથા વ્યુઈંગ ગેલેરીનો ચાર્જ રૂા.350 છે. 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા છે. 135 મીટર સ્ટેચ્યુની છાતીના ભાગે વ્યુઈંગ ગેલેરીમાંથી આસપાસમાં આવેલ સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચળની મનોહર પર્વતમાળા, ઝારવાણી ધોધ વગેરે જોઈ શકાશે. 7500 સ્કવેર મી.નું મ્યુઝીયમ સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારમાં 7500 સ્કવેર મીટરમાં સરદાર પટેલ મ્યુઝીયમ ઉભું કરાયું છે. 5 કીમીનો 4 લેનનો માર્ગ બનાવાયો. આ પ્રોજેકટમાં સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનીટી, શ્રષષ્ઠ ભારત ભવન, મ્યુઝીયમ, વીજીટર્સ (વ્યુઈંગ) ગેલેરીનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ સુધી 5 કી.મી.નો 4 લેનનો માર્ગ બનાવાયો છે. પરંતુ પાર્કીંગ વ્યવસ્થા નહીં હોવાથી સ્ટેચ્યુ સુધી કાર લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.