મંગળવાર, 5 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (12:22 IST)

ગુરૂવારે રાત્રે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં હતાં

vande matram train
રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી પસાર થતી વંદેભારત ટ્રેન પર પથ્થર મારો કરાયો હતો. જેમાં ટ્રેનના કાચને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મુસાફરી કરી રહ્યાં હતાં. રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યે બિલેશ્વર સ્ટેશન પાસે વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં ટ્રેનના કાચને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. આ ટ્રેનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુસાફરી કરી રહ્યા હતાં. તેઓ અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રાજકોટ પહોંચ્યા હતા. બાદમાં તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પછી તેઓ શહેરના ઢેબર રોડ પર આવેલ મુખ્ય એસટી બસપોર્ટ પર 11 વાગ્યે પહોંચ્યા હતા. અધિકારીને સાથે રાખી હર્ષ સંઘવીએ બસપોર્ટના અલગ અલગ વિભાગોની મુલાકાત લીધી હતી અને કેટલાક મુસાફરો સાથે વાતચીત કરી યુવા મુસાફરો સાથે સેલ્ફી પણ પડાવી હતી.


હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતનો દરેક નાગરિક જ્યારે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે તે વડાપ્રધાન મોદીનો આભાર જરૂર માને છે. મેક ઇન ઇન્ડિયા એટલે વંદે ભારત ટ્રેન. રાજકોટ પબ્લિક બસ સ્ટેશનની મુલાકાત કરવાનો અવસર મળ્યો. અહીં મુસાફરોને મળી તેમની સમસ્યાઓ જાણી અને તેમની પાસેથી સઝેશન પણ મળ્યા. ગુજરાતના 25 લાખ નાગરિકો રોજ એસટી બસનો ઉપયોગ કરે છે. આ પછી તેઓએ બસ આવે ત્યાં સુધી પ્લેટફોર્મ પર ઊભા રહી બસની રાહ જોઈ હતી. રાત્રે 11.45 વાગ્યે દ્વારકા-ગાંધીનગર સ્લીપર કોચ બસમાં બેસી અમદાવાદ જવા રવાના થયા હતા. જેમાં વચ્ચે રસ્તામાં ચોટીલા સાયલા વચ્ચે હોટલ દર્શન ખાતે બસને સ્ટોપ આપવામાં આવ્યું હતું.