બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (12:15 IST)

મને છોકરા સાથે સાથે વાત કરવાની ના પાડી એટલે હું આપઘાત કરું છું, વિદ્યાર્થીએ પરીક્ષા પહેલાં કર્યો આપઘાત

હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાના તણાવ અને ડરના લીધે ઘણીવાર વિદ્યાર્થીઓ ગભરાઇ જાય છે. આવા વિદ્યાર્થીઓ ક્યારેક એવું કરી બેસે છે જે અંગે સપનેય વિચાર્યું ન હોય. ત્યારે આવો જ કિસ્સો એક સુરતથી સામે આવ્યો છે. સુરતમાં બોર્ડની  પરીક્ષા પહેલાં આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. બોર્ડની પરીક્ષા ચાલતી હોવાથી માતા પિતાએ અભ્યાસને લઇને ઠપકો આપ્તાં વિદ્યાર્થીની લાગી આવ્યું હતું. અને તેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. 
 
મળતી માહિતી અનુસાર સુરતના સચીન વિસ્તારમાં રહેતી અને મોસમ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીની ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતી હતી. અને યુવક સાથે વાત કરતી હતી જેને લઇને પરિવારે ઠપકો આપ્યો હતો અને ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું. આ બાબતને લઇને લાગી આવતાં યુવતીએ સુસાઇડ નોટ લખી હતી કે મને છોકરા સાથે સાથે વાત કરવાની ના પાડી દીધી હોવાથી હું આપઘાત કરું છું. 
 
યુવતી બુધવારે ઘરના રસોડામાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આવતીકાલે માર્ચે તેનું બોર્ડનું પ્રથમ પેપર હતું. પરંતુ તે પહેલા જ તેણે આપઘાત કરી લેતા પરિવાર આફત આવી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે 13 વર્ષ પહેલાં યુવતિના પિતા અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. અને માતા લોકો ત્યાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.