શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (14:13 IST)

હું ગુજરાત છોડીને ક્યાંય જવાની નથી - આનંદીબેન

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે ટિ્વટ કરીને કહ્યું હતું કે દેશના આગામી રાષ્ટ્રપતિ માટે આનંદીબેન સૌથી યોગ્ય ઉમેદવારો પૈકીનાં એક ઉમેદવાર છે.  તે બાબતે આખરે આનંદીબેને બુધવારે પ્રત્યુત્તર આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ થવાના મુદ્દે સ્વામીને જ પૂછવાનું કહ્યું હતું. આ સાથે તેમણે વધુ એકવખત એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ ગુજરાત છોડીને ક્યાંય જશે નહીં.

ઘાટલોડિયાની મ્યુ.કોર્પોરેશન સ્કૂલમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આનંદીબેનને સ્વામીએ તમે રાષ્ટ્રપતિપદના યોગ્ય ઉમેદવારો છે તેવું કહ્યું છે, તમારું શું કહેવું છે તેવું પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ‘સ્વામીને જ પૂછો.’ હું ગુજરાત છોડીને કયાંય જવાની નથી. આનંદીબેેને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી રાજ્યપાલ તરીકે નિયુક્ત થશે તેવી વાત અગાઉ વહેતી થઇ હતી. આ સમયે પણ તેમણે તેઓ ગુજરાત છોડીને ક્યાંય જશે નહીં તેવી સ્પષ્ટતા કરી હતી. રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીની મુદત પૂરી થઇ રહી છે ત્યારે તેમના સ્થાને નવા રાષ્ટ્રપતિ કોણ આવશે તે બાબતે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે જ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્વટ કરીને આનંદીબેન રાષ્ટ્રપતિપદ માટેના લાયક ઉમેદવાર છે તે બાબત છેડતા ભાજપના વર્તુળોમાં ચાલતી વાતને સ્વામીનું સમર્થન મળી ગયું હતું.