ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (22:23 IST)

સુહાગરાત પર પતિ દારૂ પીને આવ્યો પતિ, માસિક ધર્મ દરમિયાન બળજબરીપૂર્વક બનાવ્યો શારીરિક સંબંધ

ગુજરતના રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ લગ્નની પહેલી રાત્રે પોતાની પત્ની સાથે દારૂ પીધા બાદ મારઝૂટ કરી. એટલું જ નહી દારૂના નશામાં ધૂત પતિએ તેને માસિક ધર્મ દરમિયાન તેની સાથે યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરી. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધાવી દરેક કેસની તપાસ કરી રહી છે. 
 
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક વિવાદિત મહિલાએ પતિ અને સાસરીવાળા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ફરિયાદ અનુસાર તેનો પતિ લગ્નના પહેલાં દિવસે સુહાગરાતના દિવસે દારૂ પીને ઘરે આવ્યો. તે દિવસે તેને માસિક ધર્મ આવી રહ્યું હતું તેમછતાં તેના પતે તેની સાથે બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બનાવવા માટે મજબૂર કરી. 
 
ફરિયાદ નોંધાવનાર મહિલાના પહેલાં લગ્ન નાગપુરમાં થયા હતા પરંતુ કોઇ કારણસર છુટાછેડા થયા હતા. ત્યારબાદ 2018માં તેના બીજા લગ્ન રાજકોટ નિવાસી કામેશ સાથે થયા હતા. 
 
લગ્ન પછી તે પોતાની સાસરીવાળા સાથે રહે છે. લગ્નની પહેલી રાત્રે પતિ દારૂ પીને રૂમમાં આવ્યો. નશામાં ધૂત પતિએ પહેલાં ગાળો બોલી ત્યારબાદ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી. એટલું જ નહી સાસરીયાવાળા પણ તેને પરેશાન કરી તેની સાથે ઝઘડો કરતા હતા. 
 
લગ્ન બાદ પહેલી દિવાળી પર હું મારા પતિ કામેશની ફટાકડાની ફેક્ટરીમાં ગઇ. તે દરમિયાન તે ફેક્ટરીમાં મારી સામે ખુરશી પર બેસીને દારૂ પીવા લાગ્યો. 
 
જ્યારે મેં પતિ કામેશ સાથે દારૂ ન પીવાનો આગ્રહ કર્યો, તો તેને કહ્યું કે જો તુ મારી સાથે રહેવા માંગે છે તો રહી શકે છે. હું દારૂ નહી છોડું. મારો પતિ માસિક ધર્મ દરમિયાન પણ સેક્સ કરવા માટે મજબૂર કરતો હતો. સાથે જ તે મારી સાથે ખરાબ વહેવાર કરતો હતો. એટલું જ નહી પતિ ભગવાનની પૂજા કરવાની પણ અનુમતિ આપતો નથી.