આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, પારો 50 સુધી પહોંચવાની શક્યતા
હવામાને ફરે એકવાર પલટો માર્યો છે. એક બાજુ જ્યા રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આજથી બે દિવસ પહેલા સુધી શરદી સતાવી રહી હતી. તો બીજી બાજુ બે દિવસ પછી અચાનક લોકોના શરીરમાં ગરમ કપડા હટી ગયા. અને બધા સુતરાઉ કપડામાં જોવા મળ્યા. ફેબ્રુઆરી મહિનામાં જ મેદાની વિસ્તારોમાં જોરદાર ગરમી પડવા લાગી જ્યારે કે પહાડી વિસ્તારમાં હજુ પણ બરફવર્ષા થઈ રહી છે. નિષ્ણાંતોના કહેવા મુજબ ગરમી આ વખતે ગત વર્ષનો રેકોર્ડ તોડશે. ગ્લોબલ વોર્મીંગ, વારંવાર આવી રહેલા પશ્ચિમી વિક્ષોભ અને સ્થાનિક શહેરી વિસ્તારોને કારણે ગરમીનો પારો 50 ડીગ્રી સુધી જાય તેવી શકયતા છે.
મોનસુન પુર્વે વરસાદ પણ ઓછો પડશે. આંતરરાષ્ટ્રીય હવામાન વેબસાઇટ સ્કાયમેટના વરિષ્ઠ વૈજ્ઞાનિક મુજબ ગયા વર્ષના વધુમાં વધુ તાપમાનમાં પણ આ વર્ષે 1 થી 2 ડીગ્રી સેલ્શીયસનો વધારો થઇ શકે છે. પારો 50 ડીગ્રી સુધી જઇ શકે છે.
આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર અને વાયુ મંડળ કેન્દ્રના અધ્યક્ષ મંજુ મોહન કહે છે કે દર વર્ષે ગરમી વધતી રહી છે અને ઠંડી ઘટે છે આ માટે અર્બન હીટ આઇલેન્ડ પણ એક મોટુ કારણ છે. આનો મતલબ છે કે વધતા શહેરીકરણથી જોડાયેલી ગતિવિધિઓ. વસ્તીના વધારાથી હરીયાળી ઘટે છે અને કોક્રીંટનું જંગલ વધતુ જાય છે અને પ્રદુષણ પણ વધે છે. પશ્ચિમી હવાએ એવો કહેર વર્તાવ્યો છે કે, ફેબ્રુઆરી મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી છે. ઠેર-ઠેર 35 થી 37 ડીગ્રી તાપમાન પહોંચી ગયુ છે. છેલ્લા 5 વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલુ તાપમાન રહ્યુ નથી