શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (15:19 IST)

સુરત: કોફી શોપમાં યુવતીનું શંકાસ્પદ મોત

સુરતના વેસુની એક કૉફી શોપમાં એક યુવતી શંકાસ્પદ રીતે બેભાન સ્થિતિમાં મળી આવતા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલામાં દાખલ યુવતીને મૃત જાહેર કર્યુ. 
 
સુરતમાં એક કૉફી શોપમાં એક યુવક અને યુવતી શંકાસ્પદ રીતે બેભાણ સ્થિતિમાં મળ્યા સિવિલમાં દાખલ યુવતીને મૃત જાહેરત કરતા તેમના સાથે યુવકે સારવાર અધૂરી છોડીને નાસી ગયો. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થી હિવાનુ સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. 
 
સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (ઉં.વ 22) ડિંડોલીની રહેવાસી અને બીએડની વિદ્યાર્થિની હતી. #