કારીગરને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવી ભારે પડી
surat news- સુરતમાં કલરકામ કરતા ભોલાને પોલીસ સ્ટેશનમાં આ હરકત કરવાની ભારે પડી. કારીગરએ પોલીસ સ્ટેશનમાંં જ્યારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ગેરહાજર હતા ત્યારે તેમની ખુરશી પર બેસીને ફોટો પાડી લીધા આટલુ જ નહી આ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા
આ કામ માટે કારીગરની અટકાયત કરવામાં આવી રહી છે . જેમાં રીલ પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ છે. જેમાં રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની અટકાયત કરી છે.
આ ફોટા વાયરલ થતાં પોલીસની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી, જેના કારણે પોલીસ આ મામલે કડક પગલાં લઈ લીધા હતા.