સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 23 ડિસેમ્બર 2024 (16:17 IST)

Surat to Bangkok Flight: સૂરતથી બેંકોક 4 કલાકની પહેલી ફ્લાઈટમાં ગુજરાતીઓએ ગટકી ગયા 15 લીટર દારૂ, ડિમાંડ વધી જતા એરલાઈંસને નો સ્ટોક ખતમનુ લગાવવુ પડ્યુ બોર્ડ

flights
Surat to Bangkok Flight:  એયર ઈંડિયા એક્સપ્રેસની ચેન્નઈ-સૂરત-બેંકોક ફ્લાઈટમાં પહેલા દિવસે 98 ટકા સીટ ફુલ હતી. ખાસ વાત એ છે કે સૂરતથી બૈકોંક જનારી ફ્લાઈટમાં પહેલા જ દિવસે મુસાફરોએ દારૂ પીને પહેલી ફ્લાઈટનુ ઉદ્દઘાટન કર્યુ.  
 
ગુજરાતના સૂરતથી થાઈલેંડની રાજધાની બૈકોક સુધી એયર ઈંડિયા એક્સપ્રેસની પહેલી ચાર કલાકની ઉડાન દરમિયાન વિમાનમાં દારૂનુ ધૂમ વેચાણ થયુ. મુસાફરોએ 2 લાખની દારૂ  ગટકી ગયા. . મુસાફરોએ સૂરતથી બેંકોક વચ્ચે પોતાની મુસાફરીનો અનુભવ શેયર કર્યો તો આ જોતજોતામાં વાયરલ થઈ ગયો. કેટલાક મુસાફરોનો દાવો છે કે દારૂનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. આ વિમાન શુક્રવારે બોઈંગ 737-8 વિમાન દ્વારા સંચાલિત કરવામાં આવી. વિમાનમાં 175 મુસાફરો સાથે ક્રૂ ના 6 મેમ્બર હતા. વિમાનની યાત્રી ક્ષમતા 176 છે.

 
બેંગકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જર 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારે રૂપિયાનો 15 લીટરથી વધારેનો આલ્કોહોલ પી ગયા હોવાનું એરલાઇનના સૂત્રો કહી રહ્યા છે. પેસેન્જરો જણાવ્યું હતું કે સુરત-બેંગકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઇ સુધી હવે દોડવું નહીં પડશે. જેને કારણે અમારા પાંચેક કલાક બચી ગયા છે. એટલું જ નહીં, અમારી મુસાફરી આરામદાય બની ગઈ છે. અમે બીજી વખત પણ આ જ ફ્લાઇટથી જઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે અમે ઘરેથી થેપલા, ખમણ, પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા. પરંતુ એ નાસ્તો તો અમારો બચી ગયો છે. પરંતુ ફ્લાઇટની સિવાસ રીગલ , બકાર્ડી અને બીયરનો સ્ટોક પતી ગયો હતો તથા ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો. એરલાઇનના સૂત્રો કહે છે કે અમારી પાસે આલ્કોહોલનો સ્ટોક તો પૂરતો હતો. પરંતુ પેસેન્જરોની ડિમાન્ડ વધી જતા અમારે સ્ટોક બંધ કરી દેવો પડ્યો હતો. જોકે, પહેલા દિવસે બેંગકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જરોએ આલ્કોહોલ ખરીદ્યો છે. જેથી અમને 1.80 લાખ કરતા વધારે રૂપિયાની આવક થઈ છે. અંદાજીત 15 લીટરથી વધારેનો આલ્કોહલ વહેંચાયો છે. પહેલા દિવસે સુરત એરપોર્ટ ઇન્ચાર્જ ડિરેક્ટર, એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સહિતનાઓએ મળી પેસેન્જરોનું સ્વાગત કર્યું હતું.
 
લૈડિંગ પહેલા જ બેકાબુ થયા પેસેંજર્સ 
ઉલ્લેખનીય છે કે એયર ઈંડિયા એક્સપ્રેસની ચેન્નઈ-સૂરત-બેંકોક ફ્લાઈટમાં પહેલા જ દિવસે 98 ટકા સીટ ફુલ હતી.   ખાસ વાત એ છે કે સુરતથી બેંગકોકની ફ્લાઈટના પહેલા જ દિવસે મુસાફરોએ દારૂ પીને ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું હતું. મુસાફરોએ એટલો દારૂ પીધો હતો કે ફ્લાઈટનો આખો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. આ ફ્લાઇટમાં લગભગ 175 મુસાફરો સવાર હતા જેમણે 4 કલાકની મુસાફરી દરમિયાન 1.80 લાખ રૂપિયાની કિંમતનો 15 લિટર દારૂ પીધો હતો. આ સાથે મુસાફરોએ ફ્લાઈટમાં વ્હીસ્કી અને બિયર સહિતનો સ્ટોક પણ ખલાસ કરી દીધો હતો.
 
એરલાઈન અધિકારીઓએ કર્યો આ દાવો 
જો કે, રવિવારે ઓછી કિંમતની એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરતથી બેંગકોકની ફ્લાઇટમાં દારૂનું ઝડપી વેચાણ થયું હતું અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તે મુજબ સ્ટોક ખતમ થયો નથી. કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એરલાઇનમાં દારૂનો જથ્થો ખતમ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્લેનમાં દારૂ અને ખાદ્યપદાર્થોનો પૂરતો સ્ટોક હતો.
 
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ફ્લાઇટ દરમિયાન યાત્રીને 100 મિલીથી વધુ દારૂ આપવામાં આવતો નથી. ગુજરાતમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે
 
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ-વીઝાની ફેસેલિટી નથી. દરમિયાન બેંગકોકથી સુરત આવતા 10 જેટલા પેસેન્જરોને એર લાઇન્સે ના પાડતા જ તેમણે અન્ય ફ્લાઇટથી સુરત આવવુ પડ્યું છે. જોકે, આ પેસેન્જરોએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ-વીઝા ફેસેલિટી શરૂ થાય તેવી માંગ કરી હતી. આ સુવિધા ન હોવાના કારણે પણ કેટલાક મુસાફરો સુરત એરપોર્ટ આવવાને બદલે અન્ય મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાનું પસંદ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, આગામી દિવસોમાં આ સુવિધા પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ થઈ જશે.