Surat Viral Video - શ્રીમંત પરિવારના 35 બાળકો, શાળાના ફેરવેલના દિવસે કરી બેસ્યા એવુ કાંડ કે પેરેંટ્સને પણ આવી શરમ, લોકો બોલ્યા અરેસ્ટ કરો
- સૂરતમાં 12મા ધોરણના વિદ્યાર્થીઓનો સ્ટંટબાજીનો વીડિયો વાયરલ
- પોલીસે 12 કાર કરી જપ્ત, માતા પિતા પર કાર્યવાહી
- સ્કુલે પહેલા જ હાથ ઉપર કરી લીધા
. સૂરત શહેરમાં એક જાણીતી શાળામાં તાજેતરમાં જ 12માં ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આયોજીત કરવામાં આવ યો. ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવનારા વિદ્યાર્થીઓના એક સમુહે આ દરમિયાન ખૂબ મસ્તે કરી. ત્યારબાદ તેઓ પોતાની હાઈ-એંડ કારો પર સવાર થઈને સૂરતના માર્ગ પર નીકળ્યા. ત્યારબાદ તેમણે જે કર્યુ તેનાથી ખૂબ બબાલ મચી ગઈ. સ્કુલ પાસ કરીને કોલેજ તરફ જનારા બાળકો સામાન્ય રીતે 17 થી 18 વર્ષની વયના હોય છે. આવી સ્થિતિમાં, તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવાની શક્યતા ઓછી રહે છે. આ બાળકોએ સુરતના રસ્તાઓ પર ઘણા બધા સ્ટંટ કર્યા. થોડી જ વારમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ બાળકો અને તેમના માતા-પિતાની ધરપકડ કરવાની માંગ કરી હતી
સૂત્રોના જણાવ્યા મુજબ શાળામાં આયોજિત ફેરવેલ પછી 35 વિદ્યાર્થીઓના આ જૂથે 35 હાઇ-એન્ડ કારના કાફલા સાથે સ્ટંટ કરવાનું શરૂ કર્યું. તેઓ ખૂબ જ ઉત્સાહથી શેરીઓમાં ફટાકડા ફોડ્યા. આ દરમિયાન, ઘણા બધા વીડિયો બનાવવામાં આવ્યા હતા, જે ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા વાયરલ પણ થયા હતા. 7 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડ ફિલ્મ એનિમલના ગીત પર બનેલી કાફલાની આ રીલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ. આ મામલાની ગંભીરતા જોઈને સુરત પોલીસે આ વિદ્યાર્થીઓના માતા-પિતા સામે કડક કાર્યવાહી કરી. પોલીસના જણાવ્યા અનુસાર, 26 માંથી 12 કાર જપ્ત કરવામાં આવી.
ડીસીપીનુ આવ્યુ નિવેદન
વીડિયોમાં જોઈ શકાય છે કે આ બધા વિદ્યાર્થી શાળાનો અંતિમ દિવસ હોવાને કારણે બ્લેઝર પહેરેલ હતા. વિદ્યાર્થીઓ શાનદાર કારમાં નીકળી પડ્યા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ડ્રાઈવિંગનો વીડિયો રેકોર્ડ કર્યો. વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર આપત્તિ બતાવી. ખતરનાક સ્ટંટ કરનારા આ જાણીતી શાળાના વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી. પોલીસ ડીસીપી અમિતા વનાનીએ ટાઈમ્સ ઓફ ઈંડિયાને કહ્યુ અમે ફુટેજની તપાસ કરી છે અને અનેક વૉયલેશનની ઓળખ થઈ છે. કાયદો પોતાનુ કામ કરશે અને જવાબદાર લોકો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.