શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (23:28 IST)

સુરેન્દ્રનગર: 250 ફુટ ઉંડા બોરવેલમાં પડેલા ચાર વર્ષના બાળકનું મોત

સુરેન્દ્રનગરના મૂળમાં કરસનગઢમાં બોરવેલમાં પડેલા બાળકનું મોત થયું છે. રેસ્ક્યૂ ટીમે બાળકના મોતની પુષ્ટી કરી છે. 4 વર્ષનો સાગર 250 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. બાળકને બચાવવા માટે તંત્રએ તમામ પ્રયાસો કરવા છતાં સાગરને બચાવી શકાયો નથી. બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવવા માટે ત્રણ જિલ્લાની ટીમે રેસ્કયૂ ઓપરેશન કર્યું હતું. સાગરના મોતને પગલે પરિવારજનોમાં પણ શોક પ્રસરી ગયો છે.  

કરશમગઢ ગામમાં રહેતા ભરવાડ ખોડાભાઈ રઘાભાઈની વાડી ગોવિંદભાઈ ઘેલાભાઈ ખેડતા હતાં. બપોરના બે વાગ્યાના અરસામાં ગોવિંદભાઈનો 4 વર્ષનો સાગર નામનો પુત્ર રમતા રમતા વાડીમાં આવેલા 250 ફૂટના ઊંડા બોરમાં પડી ગયો હતો. આથી તંત્રમાં દોડધામ મચી હતી.  સાગરને જીવીત રાખવા માટે દોડી આવેલી 108ની ટીમે બોરમાં ઓક્સિજન ઉતાર્યા હતાં. 4 વર્ષનાં સાગરને બચાવવા માટે અમદાવાદ અને રાજકોટથી ફાયરની ટીમ રવાના થઈ ગઈ છે.  ચાર વર્ષનું બાળક 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું છે. જેને બહાર કાઢવા માટે સમગ્ર બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે બાળકને બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. ચાર વર્ષનું બાળક બોરવેલમાં પડતાં જ પરિવાર ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો હતો. જેમને અન્ય લોકો સાંત્વના આપી રહ્યા હતાં. સાગરને જીવીત રાખવા માટે દોડી આવેલી 108ની ટીમે બોરમાં ઓક્સિજન ઉતાર્યા હતાં. 4 વર્ષનાં સાગરને બચાવવા માટે અમદાવાદ અને રાજકોટથી ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી. પણ તમામ પ્રયત્ન વ્યર્થ ગયા હતા.

અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, બાળક 100 ફૂટ ઊંડે હોઇ શકે છે. રેસ્ક્યૂ ટીમ બાળકને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા છતાં બાળકને બચાવવામાં સફળતા ન મળી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત હતી.